મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના પીપળી નજીક શિવાય કોલ કોર્પોરેશનમાં મશીનમાં સાડી આવી જતા સગીરા સારવારમાં


SHARE







મોરબીના પીપળી નજીક શિવાય કોલ કોર્પોરેશનમાં મશીનમાં સાડી આવી જતા સગીરા સારવારમાં

મોરબીના પીપળી ગામની સીમ વિસ્તારમાં આવેલ કોલસાના કારખાનામાં સગીર વયની યુવતી મશીન નજીક હતી ત્યાં સાડી મશીનના પટ્ટામાં આવી જતા માથા અને શરીરના ભાગે ઇજા પામેલ હાલતમાં તેણીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી.બનાવને પગલે તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથક ખાતે આ અંગેની નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

આ બાબતે મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના પીપળી ગામની સીમમાં લોર્ડ્સ હોટલના પાછળના ભાગે આવેલ શિવાય કોલ કોર્પોરેશન નામના યુનિટમાં તા.૯ ના રોજ બપોરના ચારેક વાગ્યાના અરસામા અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં યુનિટમાં આવેલ મશીનના કન્વેનર બેલ્ટમાં સાડી આવી જવાથી રંગીતાબેન કિલારિયા નામની ૧૫ વર્ષની સગીરાને માથાના ભાગે અને શરીરના ભાગે ઇજાઓ પહોંચતા શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યાં રંગીતાબેનની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના તે બીટ વિસ્તારના મનીષભાઈ બારૈયા દ્વારા નોંધ કરીને અકસ્માત બનાવ સંદર્ભે આગળની તપાસ કરવામાં આવી હતી.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે ભોગ બનનાર તેના ભાઈ યુનિટમાં કામ કરતા હોય તેને મળવા માટે આવી હતી અને તે સમયે આ અકસ્માત બનાવ બન્યો હતો.અત્રેએ પણ નોંધનીય છે કે મોરબીના અનેક યુનિટોમાં સગીરો પણ કામ કરતા હોય તેવું ધ્યાને આવે છે અને સમયાંતરે આ બાબતે ગુના પણ નોંધાયા છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના નવલખી રોડ રણછોડનગર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં દોસમામદ મુસાભાઇ જેડા (ઉમર ૨૫) રહે.શ્રીજી સોસાયટી પાસે રણછોડનગરને ઇજાઓ પહોંચી હતી.જેથી સિવિલે સારવાર માટે લઈ જવાયા હતા.તેમજ સામેના પક્ષેથી તાજમામદ વલીમામદ મોવર (૩૧) અને નુરઅલી વલીમામદ મોવર (૩૦) રહે. બંને શ્રીજીનગર પાસે સરદારજીના બંગલા નજીક રણછોડનગર વિસ્તારને પણ ઇજાઓ થતા તેમને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.ઉપરોક્ત બનાવની હોસ્પિટલ સુત્રો તરફથી જાણ કરવામાં આવતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદીયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી

મોરબી ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર આર.કે.કણસાગરા તથા સ્ટાફ દ્વારા મોરબીના સોખડા અને નવાગામ વચ્ચેના ભાગે નદીના પટમાંથી રેડ કરીને બે ખાલી ગાડીઓ જપ્ત કરવામાં આવી હતી.જેમાં જીજે ૩ બીડબલ્યુ ૮૫૯૧ નંબરની ગાડી નદીના પટમાં ખાલી હોય તેના ચાલક ઈરફાન હુસેનભાઇ દલ રહે.પડધરી રાજકોટ વિરુદ્ધ તેમજ ખાલી ગાડી નંબર જીજે ૩ બીવાય ૫૦૧૮ ના ચાલક દિલીપ સુરેશ ભાંભોર રહે.મૂળ એમપી હાલ મોરબી વાળાના વાહનો જપ્ત કરી તાલુકા પોલીસ હવાલે કર્યા હતા અને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.નોંધનીય છે કે જિલ્લાભરમાં ખનનની પ્રવૃત્તિઓ છડેચોક થાય છે ત્યારે સરકારી કામગીરી બતાવવા માટે કામગીરી થતી હોય તે રીતે ગોકળ ગાયની ગતિએ વિભાગ દ્રારા કામગીરી થતી હોય છે.જે ટીકાપાત્ર બની રહી છે.






Latest News