હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં બોલાચાલી થતાં પતિએ કરી પત્નીની હત્યા: પોલીસ ઘટના સ્થળે
મોરબીમાં જૂના ઝઘડાનો ખાર રાખીને મહિલા સહિત ત્રણ વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી આપનારા ચાર શખ્સોની ધરપકડ
SHARE








મોરબીમાં જૂના ઝઘડાનો ખાર રાખીને મહિલા સહિત ત્રણ વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી આપનારા ચાર શખ્સોની ધરપકડ
મોરબીમાં કુબેર ટોકીઝની પાછળ મફતીયાપરામાં પાણીની ટાંકી પાસે જૂના ઝઘડાનું મનદુખ રાખીને ચાર શખ્સો ગાડીઓમાં આવ્યા હતા અને તલવાર, છરી, કુહાડી, લાકડાના ધોકા જેવા હથીયારો સાથે આવેલા શખ્સોએ મહિલા સહિતનાઓને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે અંગેની ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે પોલીસે આ ગુનામાં ચાર શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ કુબેર ટોકીઝની પાછળ મફતીયાપરામાં પાણીની ટાંકી પાસે રહેતા સંગીતાબેન વિનોદભાઈ શીરોયા જાતે કોળી (૨૫)એ આરીફભાઈ અબ્દુલભાઈ મિયાણા, ઈકબાલ, અલ્તાફ અને સાગીર નામના ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેના દિયર રાહુલ તથા તેના મિત્ર વિશાલ સાથે આરોપી આરીફભાઇને દોઢેક માસ પહેલા ઝઘડો થયો હતો જે વાતનુ મનદુખ રાખીને આરોપી આરીફ તેમજ ઈકબાલ, અલ્તાફ તથા સાગીર સાથે ફોર વ્હીલ ગાડીઓમાં તેઓના ઘર પાસે તલવાર, છરી, કુહાડી, લાકડાના ધોકા જેવા હથીયારો લઈને આવ્યા હતા અને ફરીયાદી તથા સાહેદોને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેની મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં આરોપી આરીફભાઈ અબ્દુલભાઈ મોવર જાતે મિયાણા (૨૧), ઈકબાલ હૈદરભાઈ જેડા જાતે મિયાણા (૨૪), અલ્તાફ અબ્દુલભાઈ મોવર જાતે મિયાણા (૨૦) અને સાગીર કાસમભાઇ કટિયા જાતે મિયાણા (૩૪) રહે. બધા વીસીપરા વાળાની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ સામાણી અને તેની ટીમે ધરપકડ કરેલ છે
યુવાન સારવારમાં
મૂળ બનાસકાંઠાના રહેવાસી દેવજી હરનાથભાઈ (૩૦) નામનો યુવાન મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન પાસે હતો ત્યારે ત્યાં બેભાન થઈ જતા તેના બેભાન હાલતમાં સારવાર માટે ૧૦૮ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી
મારા મારીમાં ઇજા
મોરબીના જુના બસ સ્ટેશન પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોરબી મૂનનગર વિસ્તારમાં રહેતા મુકેશ બંસીલાલ (૨૨) નામના યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી
