મોરબીમાં હજરત પીર સૈયદ સીદ્દીકમિંયા બાપુ કાદરીના જનાઝામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
SHARE









મોરબીમાં હજરત પીર સૈયદ સીદ્દીકમિંયા બાપુ કાદરીના જનાઝામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
શહેજાદાએ મદની સરકાર મુફ્તી એ મોરબી અને મોરબી શહેર નાયબ ખતિબ હજરત પીર સૈયદ સિદ્દીકમિંયા બાપુ કાદરી તા.૧૧ જૂનને મંગળવારના રોજ રાત્રીના ફાની દુનિયાને અલવિદા કરી અલ્લાતાલાની રહેમતમાં પહોંચી ગયા હોય તા.૧૨ ના સાંજે ૫ વાગ્યે તેમનો જનાઝો ખાનકાહે આલીયાહ કાદરીયાહ જીલાનીયાહ સિપાઈવાસ મોરબીથી નીકળ્યો હતો.જેમાં મુસ્લિમ સમાજની તમામ જમાત, તેમના ચાહવા વાળાઓ સહિત તમામ જ્ઞાતિ-સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને મર્હુમને ખીરાજે અકીદત પેસ કરી દુઃખ અને ગમની સાથે તેઓને આખરી અલવિદા કહી હતી.
