મોરબીમાં હજરત પીર સૈયદ સીદ્દીકમિંયા બાપુ કાદરીના જનાઝામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાનાં વિરોધમાં મોરબીમાં આતંકવાદીના પૂતળાનું દહન કરાયું
SHARE









કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાનાં વિરોધમાં મોરબીમાં આતંકવાદીના પૂતળાનું દહન કરાયું
જમ્મુ-કાશ્મીરમાં વૈષ્ણોદેવી કટરાથી શિવ ખોડી દર્શનાર્થે જઈ રહેલા હિન્દુ યાત્રાળુઓ ઉપર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો તેના વિરોધમાં મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પૂતળા દહન મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે કરવામાં આવ્યું હતું અને આ ઘટનાને વખોડી કાઢી હતી તેમજ રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યુ હતું કે, તા૯ ના રોજ આતંકી હુમલો કરવામાં આવેલ હતો ત્યારબાદ બસ ઉંડી ખીણમાં ખાબકતાં ૧૦ થી વધારે હિન્દુ યાત્રાળુઓના મોત નીપજયાં હતા અને ઘણા યાત્રાળુઓ ઘાયલ થયા હતા જેથી કરીને હુમલાખોરોની સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે
