મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

હળવદમાં પોલીસની ફરજમાં રૂકાવટના કેસમાં આરોપીઓને બિન તહોમત છોડી મુકવા આદેશ


SHARE

















હળવદમાં પોલીસની ફરજમાં રૂકાવટના કેસમાં આરોપીઓને બિન તહોમત છોડી મુકવા આદેશ

હળવદ તાલુકા પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીને માર મારવાનો ગુનો નોંધાયો હતો જે કેસ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીઓને બિન તહોમત છોડી મુકવા માટે મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ કોર્ટે આદેશ કર્યો છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભાવેશભાઈ માવાભાઈ મિયાત્રાએ રાયધન છગનભાઈ કોળી, સાગર રાયધનભાઈ કોળી, સંજય ઉર્ફે સંજો રાયધનભાઈ કોળી અને અજાણ્યો ઇસમ જે ધીરૂભાઈ માવસંગભાઈ અસ્વાર રહે. સુંદરગઢ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરિયાદી પોલીસ ખાતામાં ફરજ બજાવતા હોય તેની ફરજમાં રૂકાવટ કરી ડાબા હાથે કલાઈના ભાગે લાકડા મારીને ફ્રેકચર જેવી ઇજા કરી હતી જેથી પોલીસ કર્મચારીએ નોંધાવેલ ફરિયાદ આધારે આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને આ કેસમાં ચાર્જશીટ કરવામાં આવતા કેસ મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ આર.જી. દેવધરા સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત ડીસ્ચાર્જની અરજી કરી હતી જેમાં સીઆરપીસી કલમ ૧૯૫ નો બાર હોવાની રજૂઆત કરતા આરોપીને ડીસ્ટ્રીકટ જજ દ્વારા બિન તહોમત છોડી મુકવાનો હુકમ કરેલ છે  આ કેસમાં આરોપીના વકીલ તરીકે મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા), મેનાઝ એ. પરમાર રોકાયેલ હતા




Latest News