હળવદમાં પોલીસની ફરજમાં રૂકાવટના કેસમાં આરોપીઓને બિન તહોમત છોડી મુકવા આદેશ
મોરબી જીલ્લાના ગામડાઓમા આડેધડ બાંધકામ રોકવા ડીડીઓને જિલ્લા કોંગ્રેસ પ્રમુખની રજુઆત
SHARE
મોરબી જીલ્લાના ગામડાઓમા આડેધડ બાંધકામ રોકવા ડીડીઓને જિલ્લા કોંગ્રેસ પ્રમુખની રજુઆત
મોરબી જીલ્લાના ગામડાઓમાં સરપંચો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આડેધડ મંજૂરીઓ આપવામાં આવે છે ત્યારે ગ્રામ પંચાયતમાં આવતા વિસ્તારમાં અધિકૃત અધિકારી દ્વારા મંજૂરી આપવામાં આવે તેના માટે યોગ્ય કરવા મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા હાલમાં ડીડીઓને રજૂઆત કરવામાં આવી છે
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ આજે ડીડીઓને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે, જીલ્લામાં આવેલ ગ્રામ પંચાયતની હદમાં બહુમાળી ઈમારતો, મકાનો અને શોપિંગ કોમ્પ્લેક્ષ જેવા બિલ્ડીંગના બાંધકામ વર્ષોથી કરવામાં આવે છે અને હજુ પણ બાંધકામ કરવામાં આવી રહ્યા છે ત્યારે બહુમાળી બિલ્ડીંગ ગ્રામ પંચાયતના સરપંચે ગુજરાત સરકાર ગ્રામ પંચાયત ગૃહ વિભાગ નિર્માણના નિયમોનું ઉલ્લંઘન કરીને મંજૂરીઓ આપેલ છે અને હજુ પણ મંજુરી આપવામાં આવી રહી છે અને તે પંચાયત ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના પરિપત્રમાં આપેલ સુચના, નિયમો વિરુદ્ધ મંજૂરીઓ આપેલ છે
મોરબી જીલ્લો ભૂકંપ ઝોન- ૪ માં આવે છે જેથી ભવિષ્યમાં આવા બહુમાળી બિલ્ડીંગથી જાનહાની થવાની સંભાવના છે ત્યારે ગુજરાત પંચાયત અધિનિયમની કલમ ૯૩ (૧) ની જોગવાઈ મુજબ ગ્રામ/નગર પંચાયતની હદમાં કોઈ મકાનનું બાંધકામ શરુ કરતા પહેલા કે ફરીથી શરુ કરતા પહેલા સંબંધકર્તા ગામ/નગર પંચાયતની પૂર્વ મંજુરી મેળવવાની રહે છે જે મંજુરી ઉપવીધિઓ (બાયલોઝ) તૈયાર કરીને બાંધકામને લગતા નિષ્ણાંત એન્જીનીયર તેમજ ટેકનીકલ નિષ્ણાંત અધિકારીઓ તેમજ સામાજિક સુરક્ષાના નિષ્ણાંત અધિકારીઓની કમિટી બનાવીને તેનો અભિપ્રાય લઈને સરપંચ મંજુરી આપી સકે તેવું ગુજરાત પંચાયત અધિનિયમની કલમ ૩૨૪ (૨) માં દર્શાવેલ છે. તે અંગેના નમૂનાઓ મુજબ બાંધકામના પ્લાન નકશા વગેરે તૈયાર કરીને જીલ્લા પંચાયતને મોકલવામાં આવે છે અને ત્યાંથી મંજુરી મળ્યા બાદ ગ્રામ પંચાયતના સરપંચ મંજુરી આપી સકે છે તેવું સરકારના પરિપત્ર પરથી સાર્થક થાય છે તો આ બાબતે મોરબી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આપેલ બાંધકામની મંજૂરીઓ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે