મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામે પીએચસી ખાતે કેન્સરનો સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો


SHARE













મોરબીના ઘુંટુ ગામે પીએચસી ખાતે કેન્સરનો સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવેના સીધા માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ અને તાલુકા હેલ્થ ઓફિસ મોરબી દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘુંટુ ખાતે કેન્સર રોગ અંગેના સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ગુજરાત કેન્સર રિચર્સ ઇન્સ્ટીટયુટ અમદાવાદ તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટ ખાતેથી કેન્સર રોગનાં નિષ્ણાંત ડોક્ટર્સ હાજર રહ્યા હતા. આ સ્ક્રીનીંગ કેમ્પમાં આજુબાજુનાં ગામડામાંથી તથા કારખાનામાંથી આવેલ કુલ ૧૪૦ વ્યક્તિઓનું નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ઓરલ કેન્સર માટે ૪૫ અને બ્રેસ્ટ તેમજ સર્વાઈકલ કેન્સર માટે ૯૫ લોકોનું સ્ક્રીનીંગ કરી રોગ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. જે દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા તેમના સેમ્પલ કલેક્ટ કરી આગળની તપાસ તથા સારવાર માટે રાજકોટ અને અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો.રાહુલ કોટડીયા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી








Latest News