મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બોડકી ગામે જુગાર રમતા 6 શખ્સોની 50.28 લાખના મુદામાલ સાથે ધરપકડ


SHARE













માળીયા (મી)ના બોડકી ગામે જુગાર રમતા 6 શખ્સોની 50.28 લાખના મુદામાલ સાથે ધરપકડ

માળીયા મીયાણા તાલુકાના બોડકી ગામે ગ્રામ પંચાયતની પાછળ જાહેરમાં જુગાર રમતા હતા ત્યારે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા 6 શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 28,350 ની રોકડ તથા કાર મળીને કુલ 50,28,350 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ નોંધી આગળની કાર્યવાહી હાથ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયા તાલુકાના બોડકી ગામે ગ્રામ પંચાયત કચેરીની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે દિલીપભાઈ ધરમશીભાઈ દેસાઈ જાતે પટેલ (54) રહે. બોડકી, વશરામભાઈ છગનભાઈ ચડાસણીયા જાતે પટેલ (62) રહે. બોડકી, અશોકભાઈ અમરશીભાઈ સુવારીયા જાતે પટેલ (52) રહે. બોડકી, જયેશભાઈ કાળુભાઈ રાઠોડ જાતે રબારી (33) રહે બોડકી, લક્ષ્મણભાઈ વાઘજીભાઈ માકાસણા જાતે પટેલ (65) રહે. બોડકી અને અબ્દુલભાઈ કાદરભાઈ સૈયદ જાતે સૈયદ (53) રહે. આમરણ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 28,350 ની રોકડ તથા વોલ્વો કંપનીની એસ નેવું ગાડી નં. જીજે 36 એએલ 0078 જેની કિંમત 50 લાખ રૂપિયા આમ કુલ મળીને 50,28,350 નો મુદ્દામાલ કબજે કરી માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે








Latest News