મોરબીમાં બિલીવ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ-સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો મોરબીના પીપળી-વાંકાનેરના જામસર ગામ વૃક્ષરોપણ કરવામાં આવ્યું પંજાબની કંપની ઓર્ડર મુજબનું બોઈલર ન મોકલાવતા ટંકારાના વ્યક્તિને વ્યાજ-ખર્ચ સહિત રકમ ગ્રાહક કોર્ટેનો ચૂકવવા આદેશ મોરબી જિલ્લા પંચાયત દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો મોરબીમાં યોજાયેલ આયુર્વેદિક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનો 129 લોકોએ લાભ લીધો મોરબીમાં રાષ્ટ્રીય પેપર બેગ દિવસ અનુસંધાને સ્પર્ધા યોજાઇ મોરબીના આલાપ રોડ ઉપર ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવા તંત્રને ૨૪ કલાકનો અલ્ટીમેટમ, પછી પાલિકાના વહીવટદારની ચેમ્બરમાં રામધૂન મોરબી સહિત ગુજરાતની ખાનગી શાળા અને મેડિકલ કોલેજોમાં ફી વધારો પાછો ખેંચવાની માંગ સાથે આપની પદયાત્રા યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ ગામે વાડીએ નિંદ્રાધીન જેઠ ઉપર નાના ભાઈની રિસામણે બેઠેલ પત્નીએ ત્રણ શખ્સોને મોકલીને કરાવ્યો હુમલો


SHARE

વાંકાનેરના માટેલ ગામે વાડીએ નિંદ્રાધીન જેઠ ઉપર નાના ભાઈની રિસામણે બેઠેલ પત્નીએ ત્રણ શખ્સોને મોકલીને કરાવ્યો હુમલો

વાંકાનેર તાલુકાના માટેલ ગામે વાડીએ સુતેલા નિદ્રાધીન યુવાન ઉપર તેના નાના ભાઈની પત્નીના કહેવાથી ત્રણ શખ્સો દ્વારા લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને માર મારવામાં આવ્યો હતો આટલું જ નહીં તેના બાઈકમાં તોડફોડ કરવામાં આવી છે અને ત્યારે બાદ ભોગ બનેલા યુવાનના ભાઈને તેની પત્નીએ ફોન કરીને ધમકી પણ આપી હતી જેથી હાલમાં ઇજા પામેલા યુવાનને રાજકોટ સારવાર માટે લઈ જવામાં આવેલ છે અને આ બનાવ સંદર્ભે હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા અને ટ્રક ડ્રાઇવિંગનું કામ કરતા મહેશભાઈ બેચરભાઈ મણદરીયા (૨૩) નામનો યુવાન માટેલ ગામે આવેલ એમોજા સિરામિક કારખાના સામે તેની વાડીએ રાત્રિના સમયે સૂતો હતો ત્યારે મોઢે બુકાની બાંધીને સાડા બારેક વાગ્યના અરસામાં ત્રણ શખ્સો ત્યાં આવ્યા હતા અને નિંદ્રાધીન યુવાન ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તે યુવાનને માર મારવામાં આવ્યો હતો આટલું નહીં તેના બાઈકમાં પણ તોડફોડ કરવામાં આવી હતી ત્યાર બાદ હુમલાખોર શખ્સો ત્યાંથી નાશી ગયા હતા અને ઇજા પામેલા યુવાનને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલો ખાતે લઈ જવામાં આવેલ છે અને યુવાનને માર મારવામાં આવ્યો તે ઘટના અને હુમલાખોરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયેલ છે

વધુમાં ઇજા પામેલા મહેશભાઈ મણદરીયા સાથે ફોન ઉપર વાત કરતા તેને જણાવ્યું હતું કે, તેના નાના ભાઈ શૈલેષ મણદરિયાના પત્ની કાજલબેન ગત સાતમ આઠમમાં તેઓના પિયરમાં ગયા હતા અને ત્યારબાદ તે પાછા આવ્યા નથી અને જે ત્રણ શખ્સો દ્વારા તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તે ભાગી ગયા ત્યારબાદ મહેશભાઇના નાનાં ભાઈ શૈલેષભાઈના મોબાઈલ ફોન ઉપર તેના પત્ની કાજલબેનનો ફોન આવ્યો હતો અને એકને પૂરો કરી નાખ્યો છે હવે તું તૈયારીમાં રહેજે તેવી ધમકી તેને આપી હતી જેથી આ બનાવ સંદર્ભે હોસ્પિટલ મારફતે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઈજા પામેલ યુવાનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે

મહિલા સારવારમાં

વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા જોસનાબેન અશોકભાઈ ચાવડા (૨૮) નામની મહિલાને રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં તેઓના ઘર પાસે હતી ત્યારે સામેવાળા કેસુભાઈ ચાવડાએ કોઈ કારણોસર ઝઘડો કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી તેઓને ઈજા થતાં સારવારમાં માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે તેના પતિ અશોકભાઈ લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

આધેડ એસિડ પી ગયા

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયાનગર સોસાયટીમાં પાટીદાર હિલ્સ ખાતે રહેતા દેવજીભાઈ જીવરાજભાઈ દલસાણીયા (૫૫) નામના આધેડે પોતે પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે મોરબીના સનાડા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેરે સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની વધુ તપાસ પી.બી. ઝાલા ચલાવી રહ્યા છે અને પોલીસ પાસેથી મળતી માહિતિ મુજબ પુત્રવધુ સાથે બોલાચાલી થયા બાદ લાગી આવતા આધેડને લાગી આવતા તેને આ પગલું ભર્યું છે તેવી વિગત સામે આવતા તેની પોલીસે તેની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાળક સારવારમાં

મોરબીમાં નવા ડેલા રોડ પાસે આવેલ ઘાંચી શેરીમાં રહેતો છનછરા જમીલઅહેમદ મુસ્તાકભાઈ (૧૩) નામનો બાળક ઈદ મસ્જિદ પાસે સાયકલ લઈને જતો હતો ત્યારે સાયકલમાંથી પડી જતા તેને ઇજાઓ થઈ હતી જેથી તેને બાળકને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
Latest News