વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં દિવ્યાંગો માટે વિવિધ જગ્યાઓએ મેડિકલ કેમ્પ યોજાશે; મેડિકલ સર્ટિફિકેટ પણ કઢાવી શકાશે


SHARE













મોરબી જિલ્લામાં દિવ્યાંગો માટે વિવિધ જગ્યાઓએ મેડિકલ કેમ્પ યોજાશે; મેડિકલ સર્ટિફિકેટ પણ કઢાવી શકાશે

દિવ્યાંગો માટે સાયક્રાટીક, ઓર્થોપેડિક સર્જન, સાયકોલોજિસ્ટ, કાઉન્સેલર, ડી.ઇ.ઓ. નિષ્ણાંતો સેવા આપશે

મોરબી જિલ્લાના દિવ્યાંગજનો માટે સિવિલ હોસ્પિટલ મોરબી, તેમજ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગજનો માટે જિલ્લામાં વિવિધ સ્થળોએ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં દિવ્યાંગજનોના મેડિકલ સર્ટિફિકેટ કઢાવવાની કામગીરી કરવામાં આવશે.આ કેમ્પ અનુસંધાને તા.૨૧-૬ ના રોજ સવારે ૧૦.૩૦ થી ૧ દરમિયાન જનરલ હોસ્પિટલ, મોરબી ખાતે આયોજીત મેડિકલ કેમ્પમાં સાયક્રાટીકશ્રી ડૉ.પ્રજ્ઞાબેન સોરાણી અને ડૉ.દીપ ભાડજા સેવા આપશે. તા.૫-૭-૨૪ ના રોજ સવારે ૧૦.૩૦ થી ૧ દરમિયાન બી.આર.સી. ભવન - ટંકારા ખાતે આયોજીત મેડિકલ કેમ્પમાં ઓર્થોપેડિક સર્જનશ્રી ડૉ.પૂર્વ પટેલ, ડૉ.દિવ્યેશ જેતપરિયા, ડૉ.પાર્થ કણસાગરા અને ડૉ.સાગર હાંસલિયા સેવા આપશે.

વધુમાં તા.૧૯-૭-૨૪ ના રોજ સવારે ૧૦.૩૦ થી ૧ દરમિયાન સરકારી હોસ્પિટલ - વાંકાનેર ખાતે આયોજીત મેડિકલ કેમ્પમાં સાયકોલોજિસ્ટશ્રી દિવ્યાબેન ગોહિલ સેવા આપશે.તા.૨-૮-૨૪ ના રોજ સવારે ૧૦.૩૦ થી ૧ દરમિયાન સામૂહિક આરોગ્ય કેન્દ્ર - માળીયા ખાતે આયોજીત મેડિકલ કેમ્પમાં કાઉન્સેલરશ્રી ભાવેશ છાત્રોલા સેવા આપશે તેમજ તા.૧૬-૮-૨૪ ના રોજ સવારે ૧૦.૩૦ થી ૧ દરમિયાન નવજીવન વિકલાંગ સેવાશ્રય - હળવદ ખાતે ડી.ઇ.ઓ.દિવ્યેશ સીતાપરા સેવા આપશે.મોરબી જિલ્લાના તમામ દિવ્યાંગજનોને મેડિકલ સર્ટિફિકેટ કઢાવવા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.




Latest News