મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના બહાદુરગઢ નજીક કારખાનામાં ઊંચાઈ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા બે યુવાન સારવારમાં: એકને રાજકોટ ખસેડાયો


SHARE









મોરબીના બહાદુરગઢ નજીક કારખાનામાં ઊંચાઈ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા બે યુવાન સારવારમાં: એકને રાજકોટ ખસેડાયો

મોરબી નજીકના બહાદુરગઢ ગામના પાટીયા પાસે આવેલ કારખાનામાં કામગીરી દરમિયાન ઊંચાઈ ઉપરથી બે યુવાનો નીચે પટકાયા હતા જેથી તે બંનેને ઇજા થઇ હોવાથી મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને તે પૈકીના એક યુવાનને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ બહાદુરગઢ ગામના પાટીયા પાસે શિવાંસ એલએલપી નામના કારખાનામાં કામગીરી દરમિયાન બોબીદેવલ નરેશભાઈ ચૌહાણ (૨૦) અને નઝીર અંસારી (૧૯) નામના બે યુવાનો ઊંચાઈ ઉપરથી નીચે પટકાયા હતા જેથી કરીને તે બંને યુવાનોને ઇજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તે બંનેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે નઝીર અંસારીને રાજકોટ ખસેડવામાં આવેલ છે અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિજયભાઈ ડાંગર દ્વારા કરવામાં આવેલ છે

બાળક સારવારમાં

મોરબી નજીકના પીપળી ગામ પાસે આવેલ લોવિન સિરામિક નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા નિરપતભાઈ ભાલવી તેઓના પત્ની અને બાળક સાથે બાઈક લઈને પીપળી ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર અકસ્માતે તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં પાંચ વર્ષના દીકરા રાકેશ ભાલવીને ઇજાઓ થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News