મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા નજીક અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનનું મોત


SHARE









મોરબીના જાંબુડીયા નજીક અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસેથી બાઈક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ઇજા થવાથી યુવાનો મોત નીપજ્યું હતું અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના કુંભારપરા વિસ્તારનો રહેવાસી અસલમ હારુનભાઈ તરિયા (૨૫) નામનો યુવાન મોરબી વાંકાનેર હાઇવે રોડ પર આવેલ જાંબુડીયા ગામ નજીકથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં યુવાનને શરીરે ઇજાઓ થઇ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવી હતી

યુવાન ટર્પેન્ટાઈન પી ગયો

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ હરિપર (કેરાળા) ગામ પાસે જે એન્ડ ઝેડ કંપનીના ક્વાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતો શંકર કાળુભાઈ ડામોર (૪૨) નામનો યુવાન ત્યાં કોઈ કારણોસર ટર્પેન્ટાઈન પી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.બી. પરમાર દ્વારા કરવામાં આવી હતી

વીસીપરામાં મારામારીના બનાવમાં બે ને ઇજા

મોરબીના વીસીપરામાં આવેલી મદીના સોસાયટીના મારામારીનો બનાવ બન્યો હતો.આ બનાવમાં હવાબેન લતીફભાઈ મોટવાણી નામના ૯૦ વર્ષના વૃદ્ધાને રાત્રિના દસ વાગ્યે થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.સારવાર બાદ બી ડિવિઝન પોલીસમાં જાણ કરાતા સ્ટાફના પ્રફુલભાઈ પરમાર દ્વારા આ બનાવની નોંધ કરીને મારામારીના કારણ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી.જ્યારે મદીના સોસાયટી વિસ્તારમાં જ રહેતા ધનીબેન રમેશભાઈ ડેડવાણીયા નામના ૪૨ વર્ષીય મહિલાને પણ મદીના સોસાયટી વિસ્તારમાં મારામારીના બનાવમાં રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં ઇજાઓ થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હોય હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી હતી. બાદમાં સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા સ્ટાફના અશોકભાઈ સારદીયા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.




Latest News