મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે બહુચર માતાજીના મંદિરે ઉમા કળશ પૂજન-મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીના નાની વાવડી ગામે બહુચર માતાજીના મંદિરે ઉમા કળશ પૂજન-મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા ઉમિયા મહિલા સંગઠન સમિતિ તેમજ મોરબી ઉમિયા સંગઠન સમિતિ તથા સમસ્ત નાની વાવડી ગામના પાટીદાર પરિવાર દ્વારા કળશ પૂજન અને મહાઆરતીનો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ નાની વાવડી ગામે આવેલ બહુચર માતાજીના મંદિરે રાખવામા આવ્યો હતો આ કાર્યક્રમમાં જે પરિવારજનોના ઘરે ઉમા કળશનું સ્થાપન કર્યું હતું તે કળશ સાથે લઈને આવ્યા હતા અને પૂજન કર્યું હતું. તેની સાથે આ તકે અન્ય પરિવારવજનોને કળશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા સંગઠન સૌરાષ્ટ્રના અધ્યક્ષ સરોજબેન મારડિયા, સંગઠન સમિતિ સિદસરના કે.એમ. ભુવા, મોરબી જિલ્લા પ્રમુખ ડો. પ્રો. નયનાબેન ભાલોડીયા, ઉપ્રમુખ કંચનબેન કાનાણી, મંત્રી રીનાબેન ભાલોડીયા અને મોરબી તાલુકા પ્રમુખ હંસાબેન રંગપરિયા ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમને સફળ બનાવવા જયંતીભાઈ પડસુંબીયા, ગણેશભાઈ પડસુંબીયા, પ્રવીણભાઈ રૂપાલા, સંગીતાબેન પડસુંબીયા, રસીલાબેન પડસુંબીયા અને દયાબેન પડસુંબીયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.




Latest News