મોરબીના ઘુંટુ ગામે સંયુક્ત માલિકીની કરોડોની જમીનના વેચાણ મામલે પ્રાંત અધિકારીનો મહત્વનો હુકમ મોરબીના રંગપર બેલા ગામે સમસ્ત ઝાલા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિને અર્પણ કરી ટ્રાયસિકલ મોરબી-રાજકોટ રોડના રિસરફેસિંગ માટે વધુ ૧૦૩ કરોડ મંજૂર: દુર્લભજીભાઇ દેથરીયા મોરબી જીલ્લામાં આવતી નર્મદની કેનાલમાં ઠેર ઠેર ગાબડા !: રિપેરિંગ-સફાઈ કરવામાં ન આવી હોવાનો ખેડૂતોનો આક્ષેપ મોરબી નજીક સિરામિક કારખાનામાંથી 1.65 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર પાસે ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા આધેડનું મોત માળીયા (મી)ના ચાચાવદરડા ગામે જુગાર રમતા 5 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો


SHARE







































મોરબીમાં વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં મોરબી, માળિયા, ટંકારા અને હળવદમાં વસતા વરિયા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ધો. 1 થી કોલેજ સુધીના 82 જેટલાં વિદ્યાર્થી તેમજ રમત ગમત ક્ષેત્રે વિશેષ્ટ સિદ્ધિ પામેલા વિદ્યાર્થી અને સ્પર્ધામાં વિજેતા થયેલા 40 જેટલાં યુવક-યુવતીઓ અને બાળકોને સન્માનિત કરાયા હતા.

મોરબીમાં જિલ્લા સેવા સદન પાછળ આવેલા રેમંડ પાર્ટી પ્લોટ ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રજાપતિ સમાજના બાળકોએ પ્રેરણાત્મક કાર્યક્રમો રજુ કરાયા હતા. અને  વિદ્યાર્થી સન્માન સમારોહમાં ધો. 10 અને 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને રનિંગ શિલ્ડ આપી વિશેષ સન્માનિત કરાયા હતા. તેમજ સમાજના દાતાઓના સહયોગથી સન્માનિત વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપયોગી કીટ અને રોકડ પુરસ્કાર અને શિક્ષણ સમિતિ દ્વારા શિલ્ડ અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરાયા હતા.

આ તકે મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, ડે. કલેક્ટર સુશીલ પરમાર અને આરટીઓ અધિકારી રોહિત પ્રજાપતિ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સિવિલ સર્વિસ પરીક્ષાઓની તૈયારી અને પદ્ધતિ પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં પ્રજાપતિ સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શ્રી વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ મોરબીના યુવા કાર્યકર્તાઓએ જેહમત ઉઠાવી હતી.














Latest News