હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા યુવાનના લગ્ન ન થતાં હતાશ થઈને ન કરવાનું કરી નાખ્યું


SHARE









મોરબીમાં રહેતા યુવાનના લગ્ન ન થતાં હતાશ થઈને ન કરવાનું કરી નાખ્યું

મોરબીના વાવડી રોડે આવેલ કારીયા સોસાયટીમાં રહેતા યુવાનના લગ્ન ન થયા હોય તે હતાશ થઈ ગયો હતો અને તેણે કંટાળીને મોરબી તાલુકાના કાલિકાનગર ગામની સીમમાં સેજોન પેપર મિલની ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની મૃતકના ભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીની કારીયા સોસાયટીમાં રહેતા ગોપાલભાઈ માધાભાઈ ટોળીયા જાતે ભરવાડ (37) નામના યુવાને મોરબી તાલુકાના કાલિકાનગર ગામની સીમમાં આવેલ સેજોન પેપર મીલની ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મૃતકના ભાઈ શીવાભાઈ માધાભાઈ ટોળીયા (42) રહે. કારીયા સોસાયટી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક પાંચ ભાઈઓમાં મોટા બે ભાઈ તથા નાના બે ભાઈના લગ્ન થઈ ગયા હતા અને નાના ભાઇઓના ઘરે પણ છોકરા હતા. જોકે મૃતક યુવાનના લગ્ન થયા ન હતા અને આજ દિવસ સુધી મૃતક યુવાનના લગ્ન ન થતા છેલ્લા ઘણા સમયથી તે હતાશ રહેતો હતો અને લગ્ન ન થયા હોવાનું મનમાં દુખ રહેતું હોય તેણે કંટાળીને કારખાનાના કવાર્ટરનો દરવાજો અંદરથી બંધ કરી ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે અંગેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News