મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના રણછોડભાઈ કણઝરીયાની આવકમાં પ્રાકૃતિક ખેતીથી થયો અઢી ગણો વધારો


SHARE







હળવદના રણછોડભાઈ કણઝરીયાની આવકમાં પ્રાકૃતિક ખેતીથી થયો અઢી ગણો વધારો

હળવદ તાલુકાના ઈસનપુરનાં ૪૬ વર્ષીય ખેડૂત રણછોડભાઈ કણઝરીયાએ ૧૦ ધોરણ સુધી અભ્યાસ કરેલ છે. તેઓ છેલ્લા ૪ વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેત ઉત્પાદનોનું હાલ તેઓ ઓનલાઇન વેંચાણ કરી રહ્યા છે સાથે આસપાસના ગામોના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે.

ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંગે થયેલ અનુભવો અંગે રણછોડભાઇએ જણાવ્યું હતું કે અમારા હળવદ તાલુકાના મુખ્ય પાકો એટલે ખરીફ પાકમાં કપાસ અને રવી પાકોમાં ઘઉ તથા વરીયાળી અને જીરૂનો સમાવેશ થાય છે. અમારા વિસ્તારમા લગભગ મોટા ભાગના ખેડૂતો  પરંપરાગત ખેતી કરતા હતા. વર્ષો પહેલા કપાસ પાકનું વાવેતર કરતા હતા. શરૂઆતમાં  એક એકરે વધારે ઉત્પાદન મળતુ પણ જેમ જેમ વર્ષો વિતતા ગયા તેમ ઉત્પાદન ઘટવા લાગ્યુ. રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાનો વધારે ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી. કપાસમાં એકરે ઉત્પાદન સાવ ઓછું થવા લાગ્યુ. આવા સમયમાં અમે ૫-૬ વર્ષ પહેલા અમે બગાયતી પાક્ના વાવેતર કરવાનુ વિચાર્યુ તે સમયે મે ૨ એકરમા લીંબૂનું  વાવેતર કર્યુ હતું.

લીંબુના વાવેતરમાં જરૂરીયાત મુજબ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરતા. પરિણામે ખર્ચ વધવાથી નફો ઓછો મળતો હતો. હું લીંબુના વાવેતરનું અવલોકન કરતો. ત્યારબાદ હું આત્મા પ્રોજેક્ટ સાથે છેલ્લા ૪ વર્ષથી જોડાયેલો છુ. તેની  જુદી જુદી તાલીમમાં  ભાગ લેવા જતો હતો. આ દરમિયાન અમારા તાલુકાના આત્માના સ્ટાફ દ્વારા ગાય આધારીત ખેતી અંગેની તાલીમ યોજેલ તેમા મે ભાગ લીધો અને આ અંતર્ગત માર્ગદર્શન મેળવ્યુ. ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વીડિયો  દ્વારા માર્ગદર્શન મેળવ્યું હતું. શરૂઆતમાં જીવામૃત ચાલુ કર્યુ ત્યારબાદ લીંબુ વાવ્યા તેમાં આંતરપાક તરીકે હળદર, મરચી, મગ, મગફળી, તલનુ વાવેતર કરતા થયા અને મિશ્ર પાક કરવા લાગ્યા. હળદળ, મરચાંનું મુલ્યવર્ધન કરીને તેના પાવડરના પેકિંગ બનાવ્યા, મગના પણ પેકિંગ કરીને વેંચીએ છીએ પરિણામે સિંગલ પાક કરતા આ રીતે આવક વધારે મળવા લાગી.

હાલમા જીવામ્રુતના સતત ઉપયોગ કરવાથી જમીન જે અગાઉ બિન ઉપજાવ બની ગયેલ હતી તેની ફળદ્રુપતા વધવા લાગી હતી. જમીનમાં અળસિયા ઉત્પન થવા લાગ્યા અને અત્યારે ગમે તેટલો વધારે વરસાદ પડે તો પણ જમીન પાણી સંગ્રહ કરી લે છે. જમીનની નિતારશક્તિ વધવાથી ભેજ સંગ્રહશક્તિ પણ સુધરી પરિણામે પિયતની સંખ્યા પણ ઘટી એટલે વિજળી ખર્ચમાં પણ બચત થઇ. જ્યારે ખેતી કામમાં કેમિકલનો ઉપયોગ કરતાં હતા ત્યારે આવક રૂ. ૮૦,૦૦૦ થતી હતી તેની સામે ખર્ચ રૂ. ૪૦,૦૦૦ જેટલો થતો હતો જેથી નફો રૂ.૪૦,૦૦૦ મળતો હતો. પ્રાકૃતિક  ખેતીના ઉપયોગથી ખેતીની આવક ૧,૪૦,૦૦૦ ની થઈ હતી અને ખર્ચ- રૂ.૪૦,૦૦૦ નો થયો હતો. અને નફો ૧,૦૦,૦૦૦ મળતો થયો હતો આમ, રણછોડભાઈની આવકમાં અઢી ગણો નોંધ પાત્ર વધારો થયો હતો.






Latest News