મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

વિશ્વ યોગ દિવસ: મોરબી કન્યા છાત્રાલય યોજાયેલ શિબિરમાં ૮૨૫ થી વધુ યોગ સાધકો જોડાયા


SHARE









વિશ્વ યોગ દિવસ: મોરબી કન્યા છાત્રાલય યોજાયેલ શિબિરમાં ૮૨૫ થી વધુ યોગ સાધકો જોડાયા

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાઉન્ટ ડાઉનના ભાગ રૂપે મોરબીમાં પટેલ કન્યા છાત્રાલય ખાતે કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શિશપાલજીના માર્ગદર્શન હેઠળ આયોજીત યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ કાર્યક્રમમાં અધિકારી ગણ, વિવિધ સામાજિક સંસ્થાઓ, NGO અને મહિલા સમિતિઓ તેમજ મોરબી નગરવાસી મળી ૮૨૫ થી વધુ લોકો જોડાયા હતા.

આ યોગ શિબિર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રતિનિધિ અનિલભાઈ ત્રિવેદી (યોગ એક્સપર્ટ)ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ શિબિરનું મુખ્ય સંચાલન અને યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ વિજયભાઈ શેઠ (કચ્છ ઝોન યોગ-ઓર્ડીનેટર) દ્વારા આપવામાં આવ્યુ હતું. જ્યારે સંકલન વાલજી પી. ડાભી (મોરબી જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર) દ્વારા કરવામાં આવ્યું હતું. આ યોગ પ્રોટોકોલ શિબિરમાં ભાગ લેનાર તમામ યોગ સાધકને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઈ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.

આ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિરમાં મોરબી જિલ્લાના યોગ કોચ અંજનાબેન કાસુન્દ્રા, પાયલબેન લોરીયા, પૂજાબેન કાવર, દિપાલીબેન આચાર્ય, જીગ્નેશભાઈ પંડિત, કંચનબેન સારેસા, ડિમ્પલબેન સારેસા અને મોરબી જિલ્લાના તમામ યોગ ટ્રેનર સહિત યોગ બોર્ડની ટીમ દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.




Latest News