મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની કરાશે ઉજવણી: પાંચ તાલુકામાં યોગ દિવસનું આયોજન


SHARE







મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની કરાશે ઉજવણી: પાંચ તાલુકામાં યોગ દિવસનું આયોજન

પ્રાચીન ભારતીય પરંપરા મુજબ માનવજાતને અપાયેલ અમૂલ્ય ભેટ એટલે " યોગ વિદ્યા" , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાં સઘન પ્રયાસોથી સયુંકત રાષ્ટ્રસંઘ ની ૧૯ મી સામાન્ય સભામાં ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા પ્રસ્તાવ મૂકવામાં આવ્યા જે પ્રસ્તાવ મંજૂર થયો હતો જેના ભાગરૂપે ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવશે છે.

વર્ષ ૨૦૧૫ થી પ્રતિવર્ષ ૨૧ જૂનનાં રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં તંદુરસ્ત રીતે કરવામાં આવી રહ્યું છે ત્યારે ચાલુ વર્ષ દરમિયાન ૨૧ જૂન  ૨૦૨૪ નાં રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિશાળ જન ભાગીદારીથી ઉજવવા માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તો ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા "સ્વયંમ અને સમાજ માટે યોગની" થીમ સાથે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત  તા. ૧૬ થી ૨૦ સુધી સાપ્તાહિક પખવાડિયા તરીકે ઉજવણીનું આયોજન કરાયું છે. જેથી અલગ અલગ સ્થળો પર યોગની તાલીમ આપીને યોગ બોર્ડ દ્વારા યોગ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ધાર્મિક, ઐતિહાસિક, હેરિટેજ સ્થળો પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તો જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓ, એન.જી.ઓ અને લોકો સ્વેચ્છિક રીતે જોડાઈ રહ્યા છે.

 આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિતે મોરબી જિલ્લામાં જિલ્લા કક્ષાનું આયોજન મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ તરીકે કરવામાં આવેલ છે જેમાં ૨૦૦૦ થી વધારે લોકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે યોગ કરીને આયોજનને  સાર્થક બનાવશે તેમજ આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓ, એન.જી.ઓ, શાળાઓ અને જુદા જુદા એસોસિએશન પણ જોડાશે. આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે વિશેષ આઇકોનિક સ્થળ તરીકે મોરબીના ઐતિહાસિક સ્થળ મણીમંદિરને પસંદ કરવામાં આવ્યું છે જ્યાં યોગ દિવસનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં યોગ દિવસનું આયોજન

યોગ જીવનનું અમૂલ્ય અંગ છે યોગ સાધનાથી જીવન આનંદમય અને તંદુરસ્ત રહે છે. યોગ ભગાવે રોગ એ સાથે રોગ મુક્ત જીવનને સાર્થક કરે છે. પરંતુ સમગ્ર વિશ્વ પણ યોગ તરફ વળે તે માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જાહેરાત કરવામાં આવ્યા બાદ તમામ સ્થળોએ લોકો એક સાથે ૨૧ મી જૂનનાં રોજ યોગ કરી વાતાવરણને પ્રફુલ્લિત બનાવે છે ત્યારે આગામી ૨૧ જૂના રોજ મોરબી જિલ્લાના તમામ પાંચ તાલુકામાં યોગ દિવસનું અદકેરું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લાના તમામ પાંચ તાલુકામાં શાનદાર રીતે યોગ દિવસ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી અંતર્ગત ટંકારામાં તાલુકાના આર્ય વિદ્યાલયહળવદમાં  સંસ્કાર વિદ્યાલયમાળિયામાં સત્યસાઈ હાઇસ્કુલ અને વાંકાનેરમાં શાખા ગ્રાઉન્ડ અને નગરપાલિકા ટાઉન હોલ ખાતે  યોગ દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આયોજનમાં સૌ યોગ પ્રેમીઓ લોકો આમાં જોડાઈ અને યોગ દિવસનાં આયોજનને સફળ બનાવવા માટે તમામ લોકો પોતાના નજીકના સ્થળ પર યોગ દિવસના આયોજનમાં સહભાગી થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને યોગ બોર્ડ દ્વારા અપીલ કરવામાં આવી છે






Latest News