મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરાઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં પીવાના પાણીની લાઇનમાંથી ભંગાણ કરીને વાડી, બગીચા, કારખાના, રેતી વોશિંગ પ્લાન્ટમાં પાણી લઈ જનારા 13 આસામીઓ સામે ફરિયાદ


SHARE









હળવદ તાલુકામાં પીવાના પાણીની લાઇનમાંથી ભંગાણ કરીને વાડી, બગીચા, કારખાના, રેતી વોશિંગ પ્લાન્ટમાં પાણી લઈ જનારા 13 આસામીઓ સામે ફરિયાદ

હળવદના જોગડ અને માળીયા મીયાણા તાલુકાના નવા ઘાટીલા ગામમાં પીવાનું પૂરતા પ્રમાણમાં પાણી પહોંચતું ન હતું જેથી આ બાબતની અવારનવાર ફરિયાદ મળતી હતી અને છેવાડાના ગામના લોકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળે તે માટે ખેતાવાવથી મિયાણી સુધી પાણીની પાઇપ લાઇન પાથરવામાં આવી છે તેમાં ગેરકાયદેસર કનેક્શન લેનારાઓની સામે ધડાધડ ગુના નોંધવા માટેની કામગીરી કરવામાં આવી હતી જેમાં વાડી, બગીચા, કારખાના, રેતી વોશિંગ પ્લાન્ટ વગેરે જેવી જગ્યા ઉપર પીવાના પાણીની લાઇનમાંથી પાણી લઈ જતા હોવાનું સામે આવ્યું છે જેથી કરીને 13 જેટલા આસામીઓની સામે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.

સરકાર દ્વારા લોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળે તે માટેનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ ગેરકાયદેસર રીતે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ કરીને પાણી લઈ જવામાં આવે છે જેથી છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી ન મળે અને પાણી માટે થઈ લોકોને હેરાન થવું પડતું હોય આવું ઘણી જગ્યાએ જોવા મળતું હોય છે આવી જ ફરિયાદ હળવદ તાલુકાના જોગડ અને માળીયા મીયાણા તાલુકાના નવા ઘાટીલા ગામમાંથી ઉઠી હતી અને તે ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળતું ન હતું જેથી પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં આપવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી તેવામાં ખેતાવાવથી મિયાણી ગામ સુધી સ્ટર્લીંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીને બ્રાહ્મણી-2 ડેમ વિસ્તારમાં આવતા ગામડાઓમાં પીવાનું પાણી આપવાની લાઇનનું મરામત તથા નિભાવણી કામ આપવામાં આવેલ છે

જેથી ખેતાવાવથી મિયાણી ગામ થઈને જોગણ અને નવા ઘાટીલા સુધી જતી પીવાના પાણીની લાઈનમાં ગેરકાયદેસર ભંગાર કરીને સરકારી મિલકતને નુકસાન કરીને ગેરકાયદેસર પાણીના કનેક્શન લેવામાં આવ્યા હતા જેથી કરીને હાલમાં 13 આસામીઓની સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેમાં પ્રવિણભાઈ બાવરવા સાબુની ફેક્ટરી (ઘનશ્યામગઢ), પ્રવિણભાઈ ત્રિકમભાઈની વાડી (અજીતગઢ), હિરણભાઈ રબારીની વાડી (ખોડ), હરેશભાઈ દિલુભાઈ કુરીયા (મિયાણી), વિપુલભાઈ રણછોડભાઈ રંભાણી (મિયાણી), બાબુભાઈ ગણેશભાઈ પટેલ લીબુનો બગીચો (અજીતગઢ), ભિખાભાઈ મનજીભાઈ પટેલ વાડી (અજીતગઢ), નારણભાઈ ભુદરભાઈ દલવાડીની વાડી (જુના અમરાપર), સંધાભાઈ ભુદરભાઈ દલવાડીની વાડી (મિયાણી), નાથાભાઈ આહીરની વાડી (મિયાણી), અજયભાઈ ભરવાડનો રેતી પ્લાન્ટ (મિયાણી), હિતેશભાઈ પટેલ સિમેન્ટના થાભલાનુ કારખાનુ (અજીતગઢ) અને ચતુરભાઈ માંડણભાઈ રંભાણીની વાડી (ચાડધ્રા)એ પાણી લઈ જતાં હોવાનું સામે આવ્યું હતું જેથી તેની સામે ધિ પ્રિવિસન્સ ઓફ ડેમેજીસ ઓફ પબ્લીક પ્રોપટી એક્ટની કલમની ૩ તથા ઈ.પી.કો. કલમ ૪૩૦ (BNS કલમ ૩૨૬ (એ) મુજબ તથા ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા (સંરક્ષણ અધિનિયમ) -૨૦૧૯ ની કલમ ૧૦(૧) (I), ૧૧(૬) મુજબ ગુનો નોંધવામાં આવેલ છે

અત્રે ઉલેખનીય છે કે એક બાજુ લોકોને પીવાનું પાણી ન મળતું હોય અને બીજી બાજુ આવી રીતે પીવાના પાણીની લાઈનમાંથી ગેરકાયદે જોડાણ કરીને કારખાના, રેતી વોશિંગ પ્લાન્ટ, વાડી, બગીચામાં પાણી મોટા પ્રમાણમાં લઈ જવામાં આવતું હોય છે ત્યાં સુધી સ્થાનિક અધિકારીઓએ શું કરતાં જોય છે તે પણ એક સવાલ છે. જો કે, આ કામગીરી તો પાસેરામાં પૂણી સમાન હોવાનું લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે જો 100 ટકા ગેરકાયદે જોડાણ કટ કરવામાં આવે તો જોગણ અને નવા ઘાટીલા ગામના લોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ત્યારે પીવાના પાણીની લાઇનમાં ગેરકાયદેસર કનેક્શન કટ કરવા માટેની આગામી સમયમાં કામગીરી ચાલુ રાખીને લોકોને પીવાનું પાણી મળે તેના માટેનું કામ અધિકારીઓએ દ્વારા કરવામાં આવશે કે પછી હાલમાં જેટલા ગેરકાયદેસર કનેક્શન કટ કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવેલ છે તેનાથી જ સંતોષ માની લેવામાં આવશે તે તો આગામી સ અમે જ બતાવશે.






Latest News