વાંકાનેરની ઢુવા ચોકડી પાસે ટ્રકના પાછળના જોટા પાસે કૂદીને અજાણ્યા યુવાને જીવનનો આંણ્યો
મોરબી નજીક કારખાનામાં કામ કરતા યુવાનનું મશીનમાં આવી જવાથી મોત
SHARE









મોરબી નજીક કારખાનામાં કામ કરતા યુવાનનું મશીનમાં આવી જવાથી મોત
મોરબી તાલુકાના વાઘપર પીલુડીની સીમમાં આવેલ કારખાનામાં કામ કરતા વખતે શ્રમિક યુવાન મશીનમાં આવી ગયો હતો જેથી તે યુવાનને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું અને તેના બોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામની સીમમાં આવેલ બ્રોન સોલ્ટ એલએલપી નામના કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો લોમેશકુમાર પ્રતાપ યાદવ (31) નામનો યુવાન કારખાનામાં કામગીરી કરી રહ્યો હતો દરમિયાન કોઈ કારણોસર મશીનમાં આવી જવાના કારણે તેને ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ હેડ કોસ્ટેબલ જે.બી. પરમાર ચલાવી રહ્યા છે.
મહિલા સારવારમાં
મોરબીના વીસીપરામાં આવેલ પ્રભાત ટાઇલ્સ પાસે રહેતા પાલુબેન પ્રેમજીભાઈ કોટડીયા (56) નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને સીટી બાજુ આવી રહ્યા હતા ત્યારે ત્યાં મંદિર નજીક રસ્તામાં ખાડો હતો ત્યાં પાણી ભરેલું હોવાથી અકસ્માતે બાઈક તે ખાડામાં પડતા બાઈકમાં બેઠેલ મહિલા નીચે પડ્યા હતા અને તેને ડાબા પગમાં ફેક્ચર જેવી ઇજા થઈ હતી. જેથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.આર. સારદિયા દ્વારા કરવામાં આવી હતી
અકસ્માતમાં ઇજા
એમપીના પીપળી ધાર વિસ્તારના રહેવાસી રાકેશ દેવડા (28) નામના યુવાનને વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અને આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરાઈ છે

