મોરબીના શનાળા રોડે ભાઈના જન્મદિવસે જાહેરમાં ફટાકડા ફોડતા યુવાનના સીન વિખીનાખ્યા માળીયા (મી)ના અંજીયાસર ગામે પતિની હત્યા કરનાર પત્ની-સાળો જેલ હવાલે: દીકરો રિમાન્ડ ઉપર મોરબી જિલ્લાના દેવગઢ ગામે ઘરમાં નકલી ઇંગ્લિશ દારૂની મિનિ ફેકટરી ચલાવતા બે સગા ભાઈના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર મોરબી સિવિલ હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં મહિલાને શુદ્ધ ઘી ના ડ્રાયફુટયુક્ત શીરાની વિતરણ મોરબીમાં પત્નીનાઅંતિમ પગલાં બાદ બાદ સિરામિક રોમટિરિયલ્સના ધંધાર્થીએ નર્મદાની કેનાલમાં ઝંપલાવીને જીવન ટુકાવ્યું વાંકાનેરના દેરાળા ગામે પ્રેમિકાના મંગેતરને પ્રેમસબંધની વાત કરનારા યુવાનને પ્રેમિકાના સસરા સહિત ચાર શખ્સોએ માર માર્યો મોરબીમાં મહિલા સાથે દુષ્કર્મનો ખાર રાખીને યુવાન ઉપર તલવાર વડે હુમલો, આંગળી કપાઈ ગઈ: દંપતિ સામે ફરિયાદ મોરબીમાં એસીનું પાણી ઘરમાં પડતું હોવાનો ખાર રાખીને યુવાનને સાત શખ્સોએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિતો કાલે અમદાવાદમાં રાહુલ ગાંધીને મળશે


SHARE









મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિતો કાલે અમદાવાદમાં રાહુલ ગાંધીને મળશે

લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાતના પ્રવાસે છે અને તેઓ અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાતમાં છેલ્લા સમયગાળા દરમિયાન બનેલી ગોઝારી ઘટનાઓમાં સ્વજનોને ગુમાવનારા પરિવારજનો સાથે રૂબરૂ મુલાકાત કરવાના છે અને ત્યારે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના પિડીતો પણ રાહુલ ગાંધીને મળવા માટે અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે જવાના છે 

ગુજરાતમાં છેલ્લા વર્ષો દરમિયાન ઝૂલતા પુલ દુર્ઘટના, હારણી દુર્ઘટના, તક્ષશિલા દુર્ઘટના, રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના જેવી અનેક દુર્ઘટનાઓ બની છે જેમાં નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને આજની તારીખે પણ આ દુર્ઘટનાઓમાં દોષિતોને કોઈ રજા મળી હોય તેવું જોવા મળ્યું નથી ત્યારે છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી સહિતના કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં જે દુર્ઘટનાઓ બની છે ત્યાં જઇને અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત કરવામાં આવી રહી છે અને તે લોકોને ન્યાય મળે તે માટે થઈને તેઓ તેમની સાથે અડીખમ રહેશે અને લડત ચલાવશે તેવી ખાતરી આપવામાં આવી રહી છે 

દરમિયાન તા. 6 ના રોજ મોરબી જિલ્લા ઝુલતા પુલ દુર્ઘટનાના અસરગ્રસ્ત પરિવારને રાજકોટ ખાતે મળવા માટે થઈને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી દ્વારા બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેવામાં લોકસભાના વિપક્ષના નેતા તેમજ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આવતીકાલે અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે આવી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર જે દુર્ઘટનાઓ બની છે તેના અસરગ્રસ્ત પરિવારોને આવતીકાલે અમદાવાદ ખાતે રાહુલ ગાંધી મળવાના છે જેથી કરીને જુદી જુદી જગ્યાઓથી જે રીતે પિડીત પરિવારો અમદાવાદ ખાતે જવાના છે તેવી જ રીતે મોરબીથી પણ અસરગ્રસ્ત પરિવારો અમદાવાદ ખાતે રાજીવ ગાંધી ભવનમાં રાહુલ ગાંધીને મળવા માટે તેને જવાના છે 

આ બાબતે ઝુલતાપુલ દુર્ઘટના પીડિતો દ્વારા બનાવવામાં આવેલ વિકટીમ એસો.ના પ્રમુખ નરેન્દ્રભાઈ પરમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તેઓને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીનો ફોન આવ્યો હતો અને આવતીકાલે તેઓ અને તેની સાથે ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારો પૈકીના 25 થી 30 જેટલા લોકો અમદાવાદ ખાતે રાહુલ ગાંધીને મળવા માટે થઈને જવાના છે. અત્રે ઉલ્લેખની છે કે, ઝૂલતા પુલ દુર્ઘટનામાં જે 135 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. તેમાં નરેન્દ્રભાઈ પરમારે તેની એકની એક દીકરીને પણ ગુમાવી છે. અને આજની તારીખે પણ તેઓ સહિતના ન્યાય મેળવવા માટે ઝાંખી રહ્યા છે.




Latest News