મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિતો કાલે અમદાવાદમાં રાહુલ ગાંધીને મળશે
મોરબી: ૨૮ માં મહાવીર એવોર્ડ માટે નોમિનેશન માટે અરજી કરી શકાશે, મોરબીમાં ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે
SHARE
મોરબી: ૨૮ માં મહાવીર એવોર્ડ માટે નોમિનેશન માટે અરજી કરી શકાશે, મોરબીમાં ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે
ગુજરાત સરકાર દર વર્ષે વિવિધ ક્ષેત્રે અપાતા ભગવાન મહાવીર એવોર્ડ અનુસંધાને આ વર્ષ પણ ‘૨૮માં ભગવાન મહાવીર એવોર્ડ’ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. જે અન્વયે અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦ જુલાઈ ૨૦૨૪ છે.
આ એવોર્ડ ૧. અહિંસા અને શાકાહાર ક્ષેત્રે,૨. શિક્ષણ ક્ષેત્રે, ૩. તબીબ ક્ષેત્રે અને ૪. સમાજ સેવા ક્ષેત્રે એમ ૪ કેટેગરીમાં અપાય છે. જે અંગેની તમામ વિગતો www.bmfawards.org પરથી મેળવી શકાશે. જેથી ૩૦ જુલાઈ ૨૦૨૪ સુધીમાં nominations.bmfawards@gmail.com પર નોમિનેશન કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
મોરબી ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે
રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા. ૮/૭ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે શ્રી યુ.એન. મહેતા આટર્સ કોલેજ, ભડીયાદ રોડ, નઝર બાગ રેલ્વે સ્ટેશન પાસે, મોરબી ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક/ એસએસસી /એચએચસી/ આઇટીઆઇ/ સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.









