મોરબીમાં બિલીવ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ-સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો મોરબીના પીપળી-વાંકાનેરના જામસર ગામ વૃક્ષરોપણ કરવામાં આવ્યું પંજાબની કંપની ઓર્ડર મુજબનું બોઈલર ન મોકલાવતા ટંકારાના વ્યક્તિને વ્યાજ-ખર્ચ સહિત રકમ ગ્રાહક કોર્ટેનો ચૂકવવા આદેશ મોરબી જિલ્લા પંચાયત દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો મોરબીમાં યોજાયેલ આયુર્વેદિક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનો 129 લોકોએ લાભ લીધો મોરબીમાં રાષ્ટ્રીય પેપર બેગ દિવસ અનુસંધાને સ્પર્ધા યોજાઇ મોરબીના આલાપ રોડ ઉપર ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવા તંત્રને ૨૪ કલાકનો અલ્ટીમેટમ, પછી પાલિકાના વહીવટદારની ચેમ્બરમાં રામધૂન મોરબી સહિત ગુજરાતની ખાનગી શાળા અને મેડિકલ કોલેજોમાં ફી વધારો પાછો ખેંચવાની માંગ સાથે આપની પદયાત્રા યોજાઇ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી ગામે નીકળતી 765 કેવીની હેવી વીજ લાઇનમાં કંપની પૂરું વળતર ન આપે તો હવે ઉગ્ર આંદોલન: ખેડૂતોની ચીમકી


SHARE

માળીયા (મી)ના ખાખરેચી ગામે નીકળતી 765 કેવીની હેવી વીજ લાઇનમાં કંપની પૂરું વળતર ન આપે તો હવે ઉગ્ર આંદોલન: ખેડૂતોની ચીમકી

મોરબી જિલ્લામાંથી પાવર ગ્રીડ કંપનીની 765 કેવીની હેવી લાઇન પસાર થાય છે અને જે ખેડૂતોના ખેતરમાંથી આ લાઇન નીકળે છે તેને કંપની તરફથી ઓછું વળતર આપવામાં આવી રહ્યું છે જેથી આજે માળીયા (મી) તાલુકાનાં ખાખરેચી ગામે કંપની દ્વારા પોલીસ બદોબસ્ત સાથે કામ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે ગામના આગેવાનો સહિત 100 થી વધૂ લોકો એકત્રિત થયા હતા અને જો પૂરું વળતર કંપની દ્વારા નહીં આપવામાં આવે તો આગમી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

કચ્છના લાકડીયાથી અમદાવાદ તરફ 765 કેવી ની વીજ લાઇન પથરવાનું કામ હાલમાં પાવર ગ્રીડ કરવામાં આવી રહ્યું છે અને તેની સામે અગાઉ પણ ખેડૂતો દ્વારા વળતર બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો તો પણ કંપનીએ ખેડૂતોને પૂરતું વળતર આપેલ નથી. અને તેવામાં માળીયા(મી.) તાલુકાના ખાખરેચી ગામ પાસે કંપની વાળાએ હાલમાં પોલીસ પ્રોટેકશન અને એસઆરપીના બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરી છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના સભ્ય મહેશભાઇ પારેજીયા સહિતના ગામના ખેડૂતો સ્થળ ઉપર એકત્રિત થયા હતા અને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે તો પણ પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોને પૂરું વળતર આપવામાં આવી રહ્યું નથી અને અગાઉ વર્ષ 2021 માં જે વળતર આપવામાં આવ્યું હતું. તેનાથી પણ ઓછું વળતર આપવામાં આવી રહ્યું છે. ત્યારે અસરગ્રસ્ત ખેડૂતને કંપની તરફથી પૂરું વળતર કેમ આપવામાં વતું નથી તે સૌથી મોટો સવાલ છે. અને સૌથી મોટી વાતએ છે કે, ખેડૂતોને કોઈ સાંભળતું પણ નથી ત્યારે વીજ લાઇન પથરવાનું કામ કરતી કંપની દ્વારા જો વળતર પૂરું નહીં આપવામાં આવે તો આગમી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ખાખરેચી ગામના ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવેલ છે.
Latest News