મોરબી જિલ્લામાં એટ્રોસિટી સહિતના કેસોમાં ખોટી ફરિયાદ કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ
SHARE








મોરબી જિલ્લામાં એટ્રોસિટી સહિતના કેસોમાં ખોટી ફરિયાદ કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ
મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના લોકોએ એસપી કચેરીએ આવીને આવેદનપત્ર આપ્યું છે અને જીલ્લામાં તેમના જ સમાજના અમુક લોકો ખોટી ફરિયાદો કરીને પૈસા પડાવવાનું કૃત્ય કરે છે. જેથી સમાજ પ્રત્યે લોકોને ધૃણા અને તિરસ્કાર ઉભો થયો છે. તેવી રજૂઆત કરી હતી અને મોરબી જિલ્લામાં એટ્રોસિટી સહિતના કેસોમાં ખોટી ફરિયાદોની સમીક્ષા કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
મોરબી જિલ્લા અનુ. જાતિ સમાજના લોકોએ એસપીને જે આવેદનપત્ર આપ્યું છે તેમાં જણાવ્યુ છે કે, તેમના સમાજના અમુક લોકો દ્વારા સમાજના પ્રતિષ્ઠીત વ્યક્તિઓ ઉપર ખોટી ફરિયાદો અને એટ્રોસિટીનાં કેસ કરી બ્લકમેલ કરી પૈસા પડાવવાનો ધંધો કરે છે. અને આવા લોકોની ખોટી ફરિયાદોના કારણે સમાજ-સમાજ વચ્ચે વૈમનશ્ય ફેલાય રહ્યું છે. અને હાલમાં જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં ખોટી ફરિયાદ કરનારની નામ જોગ રજૂઆત કરવામાં આવી છે અને તેમના દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે તેની સમીક્ષા કરી ખોટી ફરિયાદ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે. આટલું જ નહીં પરંતુ વારંવાર ફરિયાદો કરનારની કોઈપણ ફરિયાદ લેતા પહેલા પોલીસ દ્વારા સંપૂર્ણ તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે તેવી પણ રજૂઆત કરી છે.

