મોરબીથી એક્ટિવા લઈને રાજકોટ જતી યુવતીને ટ્રક ચાલકે હડફેટે લેતા મીતાણા પાસે મોત
ટંકારા-છત્તર વચ્ચેથી જાહેરખબર એજન્સીના એક કે બે નહીં 70 બોર્ડની ચોરી
SHARE







ટંકારા-છત્તર વચ્ચેથી જાહેરખબર એજન્સીના એક કે બે નહીં 70 બોર્ડની ચોરી
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ટંકારાથી છત્તર વચ્ચેના વિસ્તારમાંથી જાહેરખબર એજન્સીના એક કે બે નહીં પરંતુ 70 જેટલા બોર્ડની ચોરી કરવામાં આવે છે જેથી કરીને 1.05 લાખના બોર્ડની ચોરી થયેલ છે તેવી ભોગ બનેલા યુવાન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે રાજકોટના મવડી સંસ્કાર સીટી રામધણની બાજુમાં મવડી બાયપાસ રોડ ઉપર રહેતા નરેન્દ્રભાઈ કેશવભાઈ વિરડીયા જાતે પટેલ (33)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓની ડ્રીમ એડ્રેસ કંપની દ્વારા મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર છતરથી ટંકારા સુધીના વિસ્તારમાં અલગ અલગ કંપનીના લોખંડના જાહેરાતના બોર્ડ મૂક્યા હતા જેમાંથી એક કે બે નહીં પરંતુ 70 જેટલા બોર્ડની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને પોલીસે ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને 1.05 લાખના બોર્ડની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે તેવો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

