વાંકાનેરના દેરાળા ગામે પ્રેમિકાના મંગેતરને પ્રેમસબંધની વાત કરનારા યુવાનને પ્રેમિકાના સસરા સહિત ચાર શખ્સોએ માર માર્યો
SHARE







વાંકાનેરના દેરાળા ગામે પ્રેમિકાના મંગેતરને પ્રેમસબંધની વાત કરનારા યુવાનને પ્રેમિકાના સસરા સહિત ચાર શખ્સોએ માર માર્યો
વાંકાનેર તાલુકાના ભેરડા ગામે રહેતા યુવાનને યુવતી સાથે પ્રેમ સંબંધ હતો તે યુવતીની જેની સાથે સગાઈ થઈ હતી તેની પાસે જઈને યુવાને કહ્યું હતું કે તારી મંગેતર સાથે મારે પ્રેમસંબંધ છે જે બાબતનો ખાર રાખીને પ્રેમિકાના સસરા સહિત કુલ ચાર શખ્સો દ્વારા ગાળો આપીને ઢીકાપાટુનો માર મારી કપાળે લાકડી ફટકારવામાં આવી હતી. જેથી ભોગ બનેલ યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેણે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે.
બનાવી જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ભેરડા ગામે રહેતા કિશનભાઇ જાદુભાઈ સાબરીયા જાતે કોળી (22)એ હાલમાં પરબતભાઈ ભોપાભાઈ ધરજીયા, સંજયભાઈ રસાભાઈ ધરજીયા, સમાભાઈ ભોપાભાઈ ધરજીયા અને રામજીભાઈ ટપુભાઈ ધરજીયા રહે. બધા દેરાળા તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તે જણાવ્યું છે કે, ફરિયાદીને લાકડધાર ગામે રહેતી છોકરી સાથે પ્રેમસંબંધ હતો અને તે છોકરીની પાંચેક મહિના પહેલા દેરાળા ગામે રહેતા પરબતભાઈ ભોપાભાઈના દીકરા અજય સાથે સગાઈ થઈ હતી.
જેથી ફરિયાદીએ અજયને ત્રણેક માસ પહેલા વાત કરી હતી કે “તારી જેની સાથે સગાઈ થયેલ છે તે છોકરી સાથે મારે પ્રેમસંબંધ છે” જે વાત અજયએ તેના પિતાને કરી હતી. તે બાબતનો ખાર રાખીને અજયના પિતા પરબતભાઈ ધરજીયા તથા સંજયભાઈ ધરજીયાએ ફરિયાદી યુવાનને દેરાળા ગામે ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ સવાભાઈ અને રામજીભાઈએ લાકડી વડે માર માર્યો હતો. ત્યારે રામજીભાઈએ ફરિયાદી યુવાનને કપાળના ભાગે લાકડી મારી હતી જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. અને સારવાર લીધા બાદ તેણે હાલમાં ચાર શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.
યુવાન સારવારમાં
મોરબીના લખધીરપુર રોડ ઉપર રહેતા સૂચુભાઈ કામદીનભાઈ બિન્દ (25) નામનો યુવાન રાત્રિના નવ એક વાગ્યાના અરસામાં ભંગાર ભરીને પેડલ રીક્ષામાં લઈ જઈ રહ્યો હતો ત્યારે ઓપ્શન સીરામીક પાસે ડમ્પર ચાલકે ઓવરટેક કરવા જતા સમયે તેને ઠોકર મારતા સાયકલ સહિત યુવાન રસ્તા ઉપર નીચે પટકયો હતો જેથી યુવાનને જમણા હાથમાં ફેકચર જેવી ઈજા થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.

