મોરબીમાં એસીનું પાણી ઘરમાં પડતું હોવાનો ખાર રાખીને યુવાનને સાત શખ્સોએ માર માર્યો
મોરબીમાં મહિલા સાથે દુષ્કર્મનો ખાર રાખીને યુવાન ઉપર તલવાર વડે હુમલો, આંગળી કપાઈ ગઈ: દંપતિ સામે ફરિયાદ
SHARE






મોરબીમાં મહિલા સાથે દુષ્કર્મનો ખાર રાખીને યુવાન ઉપર તલવાર વડે હુમલો, આંગળી કપાઈ ગઈ: દંપતિ સામે ફરિયાદ
મોરબીમાં થોડા દિવસો પહેલા પરિણીતા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાયેલ હતી જે બનાવમાં હાલમાં વળતી ફરિયાદ નોંધાયેલ છે અને મહિલાના પતિએ યુવાનના ગહર પાસે જઈને ગાળો આપી હતી અને “ગાળો આપીને શા માટે બદનામ કરો છો” તેવું કહેતા મહિલાનો પતિ ઉશકેરાઈ ગયો હતો અને ઘરમાં જઈને તલવાર લઈને આવ્યો હતો અને મહિલાએ યુવાનને પકડી રાખતા તેના પતિએ તલવાર વડે યુવાન ઉપર હુમલો કર્યો હતો જેથી યુવાનની જમણા હાથની આંગળી કપાઈ ગઈ હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં તેણે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દંપતીની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સોસાયટીમાં રહેતા યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની પાડોશમાં રહેતા દંપતિની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, છેલ્લા ત્રણ ચાર મહિનાથી તેને પાડોશમાં રહેતી મહિલા સાથે પ્રેમ સંબંધ હતો અને તેઓ એકાંતમાં મળતા હતા અને વાતચીત કરતા હતા જે બાબતની તેના પતિને જાણ થઈ જતા ફરિયાદી યુવાનના ઘર બહાર આવીને ગાળો બોલીને તેને બદનામ કરતા હતા
જેથી કરીને ગાળો બોલીને શા માટે બદનામ કરો છો તેવું કહેતા મહિલાનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને તે પોતાના ઘરમાંથી ખુલ્લી તલવાર લઈને આવ્યો હતો ત્યારે મહિલાએ ફરિયાદી યુવાનને પકડી રાખતા તેના પતિએ તલવારના બે થી ત્રણ ઘા યુવાનના હાથ ઉપર માર્યા હતા જેથી યુવાનને જમણા હાથની આંગળીમાં ઇજા થતાં કપાઈ ગઈ હતી અને યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા ત્યારબાદ ભોગ બનેલા યુવાને હાલમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે દંપતી સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
અત્રે ઉલેખનીય છે કે, હાલમાં જે આરોપી મહિલા છે તેને અગાઉ ફરિયાદી યુવાનની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, તેની સાથે સમયાંતરે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો અને ત્યારબાદ તેના ઘરના સભ્યોને પતાવી દેવાની ધમકી આપી હતી. જે ગુનામાં તપાસનીસ અધિકારી ડીવાયએસપી પી.એ. ઝાલા અને તેની ટીમે આરોપી સુલ્તાનભાઇ પ્યારઅલીભાઇ જેસાણી જાતે ખોજા (37) ની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.


