મોરબીમાં પત્નીનાઅંતિમ પગલાં બાદ બાદ સિરામિક રોમટિરિયલ્સના ધંધાર્થીએ નર્મદાની કેનાલમાં ઝંપલાવીને જીવન ટુકાવ્યું
SHARE






મોરબીમાં પત્નીના આપઘાત બાદ સિરામિક રોમટિરિયલ્સના ધંધાર્થીએ નર્મદાની કેનાલમાં ઝંપલાવીને કર્યો આપઘાત
મોરબીની આલાપ સોસાયટીની પાસે આવેલ સાયન્ટિફિક વાડી રોડ ઉપર આવેલ શ્રીરામ એપાર્ટમેન્ટમાં રહેતા અને સિરામિક રોમટિરિયલ્સનું કામ કરતાં યુવાને નર્મદાની કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો જેથી કરીને ફાયરની ટીમે યુવાનની બોડીને પાણીમાંથી બહાર કાઢી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીની આલાપ સોસાયટીની બાજુમાં સાયન્ટિફિક વાડી રોડ ઉપર આવેલા શ્રીરામ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે હાલમાં રહેતા મૂળ અણિયારી ગામના રહેવાસી શંકરભાઈ અમરશીભાઈ બાવરવાના દીકરા ચિરાગભાઈ શંકરભાઈ બાવરવા જાતે પટેલ (31)ને મોરબી તાલુકના ચકમપર(જી) ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો અને યુવાન કેનાલમાં પડ્યો હોવાની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી જેથી કરીને ફાયરની ટીમે ત્યાં જઈને પાણીમાં યુવાનની શોધખોળ શરૂ કરી હતી. અને કેનાલના સાયફનમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા બોડીને પાણીમાંથી કાઢીને પીએમ માટે મોરબી સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ બનાવની તપાસ કરી રહેલ હેડ કોન્સટેબલ વી.એસ.ડાંગર સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, મૃતક યુવાન સિરામિક રોમટિરિયલ્સનું કામ કાજ કરતો હતી અને ગત તા 3/6/24 ના રોજ તેના પત્ની મમતાબેન ચિરાગભાઈ બાવરવા (31)એ તેઓના જ ઘરે ફ્લેટમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો અને ત્યારથી જ યુવાન ગુમસુમ રહેતો હતો. હાલમાં પત્નીના આપઘાતના આઘાતમાં યુવાને પણ કેનાલમાં પાડીને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.


