મોરબીમાં નાની ઉંમરમાં હાર્ટ એટેક આવતા યુવાનનું મોત, પરિવારમાં ગમગીની મોરબીની દિકરીને AVN નામક ગંભીર બિમારી: સારવાર માટે મદદની અપિલ મોરબીના ગ્રીનચોકની આસપાસમાં વેપારીઓની દુકાન પાસેના ઓટલા તોડ્યા મોરબી જીલ્લામાં મંગળવારથી આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ વાંકાનેરના હોલમઢ ગામમાં સામાજિક સુધારણા માટે કોળી સમાજની મિટિંગ મળી મોરબીમાં કામની ગુણવતા જોવા મુખ્યમંત્રીને જુદાજુદા માર્ગોની મુલાકાત લેવા કોંગ્રેસનું આમંત્રણ મોરબીમાં આવતા મુખ્યમંત્રીને જમીન કોભાંડમા અધિકારીઓની મિલી ભગત સહિતના મુદે આપ દ્વારા કરાશે રજૂઆત માળીયા (મી)ના વિશાલનગરમાં ખેડૂતના જીરૂના પાકને એક શખ્સે આગ ચાંપી દીધી
Morbi Today

મોરબી રોજગાર કચેરી દ્વારા ભારતીય સૈન્યમાં જોડાવા ઇચ્છતા યુવાનો માટે નિવાસી તાલીમનું આયોજન


SHARE











મોરબી રોજગાર કચેરી દ્વારા ભારતીય સૈન્યમાં જોડાવા ઇચ્છતા યુવાનો માટે નિવાસી તાલીમનું આયોજન

મોરબી જિલ્લાના યુવાનો આર્મી, એરફોર્સ, નેવી, અર્ધ લશ્કરી દળ, પેરા મિલીટરી, અને પોલીસમાં વધુ ને વધુ ઉમેદવારો જોડાય તે માટે ઉમેદવારોને ભરતી પૂર્વે શારીરિક ક્ષમતા માટેની નિવાસી તાલીમ (રહેવા જમવાની સગવડતા સાથે) દિવસ ૩૦ માટે ફક્ત પુરુષ ઉમેદવારો માટે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવનાર છે.

આ તાલીમમાં ઉંમર ૧૭.૫ વર્ષ થી ૨૧ વર્ષ, અભ્યાસ ૧૦ પાસ કે તેથી વધુ, ધો. ૧૦માં ઓછામાં ઓછા ૫૦% ફરજીયાત અને દરેક વિષયમાં ૩૩% માર્કસ ફરજીયાત, ધો.૧૨ પાસ,  ઉંચાઇ ૧૬૮ સે.મી. કે તેથી વધુ, વજન-૫૦ કિ.ગ્રા. કે તેથી વધુ,  છાતી ૭૭ સે.સી. (ફુલાવ્યા વગર) અને ૮૨ સે.મી (ફુલાવીને) તેમજ તબીબી રીતે ફીટ ઉમેદવારોએ પોતાના તમામ પ્રમાણપત્રો સાથે તા.૧૫/૦૭/૨૦૨૪ સુધીમાં (રજા સિવાયના દિવસો દરમિયાન) કચેરી સમય દરમિયાન મોરબી રોજગાર વિનિમય કચેરીનો સ્વખર્ચે સંપર્ક કરવાનો રહેશે. અગાઉ આ કચેરી દ્વારા આયોજીત નિવાસી તાલીમમાં ભાગ લીધેલ હોય તે ઉમેદવાર પ્રવેશપાત્ર રહેશે નહી. વધુ માહિતી માટે મોરબી રોજગાર વિનિમય કચેરીના હેલ્પલાઈન નંબર ૦૨૮૨૨ - ૨૪૦૪૧૯ પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.








Latest News