માળીયા (મી)ના અંજીયાસર ગામે પતિની હત્યા કરનાર પત્ની-સાળો જેલ હવાલે: દીકરો રિમાન્ડ ઉપર
મોરબીના શનાળા રોડે ભાઈના જન્મદિવસે જાહેરમાં ફટાકડા ફોડતા યુવાનના સીન વિખીનાખ્યા
SHARE






મોરબીના શનાળા રોડે ભાઈના જન્મદિવસે જાહેરમાં ફટાકડા ફોડતા યુવાનના સીન વિખીનાખ્યા
મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગ સામે વાહન ચાલકો અને રાહદારીઓની જિંદગી જોખમાઇ તે રીતે ભાઈના જન્મદિવસ નિમિતે યુવાને જાહેરમાં ફટાકડા ફોડયા હતા. જેથી પોલીસે યુવાનની સામે ગુનો નોંધીને તેના સીન વીખિ નાખ્યા હતા.
જાણવા મળતી માહિતી મુજબ ગત તા 6 ના રોજ મોરબી એ ડિવિઝન પીઆઇ સહિતનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. ત્યારે શનાળા રોડ ઉપર સરદારબાગ સામે ભવાની સોડા નજીક વિજય નીતિનભાઈ પીલોજપરા જાતે ગુર્જર સુથાર (24) રહે. વાવડી રોડ મોરબી નામનો યુવાન તેના ભાઇનો જન્મદિવસ હોવાથી ફટાકડા ફોડી રહ્યો હતો. અને વાહન ચાલકો તેમજ રાહદારીઓના જીવ જોખમમાં મુકાય તે રીતે ફટાકડા ફોડતો હતો જેથી કરીને પોલીસે તેને પકડીને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.


