મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે લીગલ અવેરનેસ એન્ડ ડિફેન્સ ટેકનીકની શિબિર યોજાઈ


SHARE







મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે લીગલ અવેરનેસ એન્ડ ડિફેન્સ ટેકનીકની શિબિર યોજાઈ

મોરબી ડિસ્ટ્રીક લીગલ સર્વિસીસ ઓથોરિટી અને જિનિયસ ગ્રુપના સહયોગથી મોરબી સાર્થક વિદ્યામંદિર શાળા ખાતે લીગલ અવેરનેસ એન્ડ ડિફેન્સ ટેકનીકની શિબિર યોજાઈ હતી જેમાં શાળાની વિદ્યાર્થિનીઓ અને સંસ્થાના સ્ટાફની મહિલાઓને સ્વબચાવની તાલીમ અને કાનૂની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જાતીય સતામણી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું

પુરુષ પ્રધાન સમાજમાં અગ્નિપરીક્ષા હંમેશા સ્ત્રીઓએ જ આપવી પડે તેમજ સ્ત્રીઓ અબડા છે તે માનસિકતા બદલાવી અનિવાર્ય છે તેમ વક્તા રોહિત સિક્કાએ જણાવ્યું હતું અને માર્શલ આર્ટસ અને સેલ્ફ ડિફેન્સ વર્કશોપના નિષ્ણાંત એવા બાસુજીત સિંઘ અને વૈશાલી જોશી દ્વારા સેલ્ફ ડિફેન્સની વિવિધ ટેકનીક શીખવવામાં આવી હતી કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે મોરબી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી આર.કે પંડ્યામહિલાઓને કાનૂની માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્યારે પીઆઇ જે.એમ.આલ, મહિલા પીએસઆઈ વી.એલ.સાકરીયા તેમજ સીપીઆઇ પી.એચ.લગધીરકા હાજર રહ્યા હતા અને સાર્થક વિદ્યામંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાની તમામ વિદ્યાર્થીની બહેનો તેમજ ઘણા વાલીઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લ તેમજ સમગ્ર ટીમે સરસ આયોજન કર્યું હતું આવી જ રીતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી  સબ જેલ ખાતે પણ તાલુકા કાનુની સેવા સમિતિ મોરબીના લિગલ પેનલ એડવોકેટ શબાનાબેન ખોખર તથા મોરબી સબ જેલના અધિક્ષક એલ.વી.પરમારની હાજરીમાં કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં જેલમાં રહેલા બંદિવાનોને મફ્ત કાનુની સહાય કોને મળી શકે ?, ક્યા પ્રકારના કેસોમાં કાનુની સહાય મળી શકે ?, કાનુની સહાયમાં કેવા પ્રકારની સહાય મળી શકે ? તે બાબતે વાકેફ કરી બ્રોસરોનું વિતરણ કરવામાં આવેલ છે






Latest News