મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

દિવાળી ભેટ: મોરબી શહેરમાં સ્ટ્રીટ લાઈટ, રોડ રસ્તા, સફાઈ અને પાણીના પ્રશ્નો ભૂતકાળ બનશે


SHARE









દિવાળી ભેટ: મોરબી શહેરમાં સ્ટ્રીટ લાઈટ, રોડ રસ્તા, સફાઈ અને પાણીના પ્રશ્નો ભૂતકાળ બનશે

મોરબી શહેરમાં રખડતા ઢોર, સ્ટ્રીટ લાઈટ, પાણી અને રસ્તાની સમસ્યાઓ છેલ્લા વર્ષોથી માથું ઉચકી રહી છે ત્યારે મોરબી નગરપાલિકાની વર્તમાન બોડી દ્વારા આગામી વર્ષમાં લોકોને આ તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે તે પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે અને આગામી સમયમાં મોરબી શહેરમાં રખડતા ઢોર, સ્ટ્રીટ લાઈટ, પાણી અને રસ્તાની સમસ્યાઓ નવા વર્ષમાં ભૂતકાળ બની રહેશે તેવું વર્તમાન શાસકો દ્વારા કહેવામાં આવેલ છે જે મોરબીના લોકો માટે મોટી ભેટ ગણી શકાય તેમ છે

સામાન્ય રીતે નગરપાલિકા પાસે લોકોને લાઈટ પાણી રોડ રસ્તાની જ અપેક્ષા હોય છે જો આ સુવિધાઓ મોરબીના લોકોને મળતી ન હતી જેથી લોકો છેલ્લા ઘણા સમયથી હેરાન થતાં હતા અને લોકો લાઈટ પાણી રોડ રસ્તાને લઈને અનેક વખત રજૂઆતો કરવા માટે મોરબી નગરપાલિકા કચેરીએ આવતા હતા તો પણ રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટ અને પાણીની સમસ્યા ઉકેલવામાં આવી ન હતી જેના કારણે લોકોને હેરાન થવું પડતું હતું પરંતુ મોરબી નગરપાલિકાના વર્તમાન પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા અને કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઈ દેસાઈ સહિતની ટીમ દ્વારા લોકોની સમસ્યા ઉકેલવા માટે નક્કર આયોજન કરવામાં આવ્યું છે

આગામી વર્ષની શરૂઆતથી જ ૪૫ કરોડ રૂપિયાના ખર્ચે નવા રોડ-રસ્તાના કામ શરૂ કરવામાં આવશે તેની સાથોસાથ રઝડતા ઢોરને પકડીને રાખી શકાય તે પ્રકારની વ્યવસ્થા હાલમાં પંચાસર રોડ ઉપર ઊભી કરવામાં આવી રહી છે અને આ વ્યવસ્થા લગભગ એકાદ અઠવાડિયામાં કાર્યરત કરવામાં આવશે જેથી કરીને શેરીમાં રખડતા ઢોરને પકડીને ત્યાં રાખવામાં આવશે તેનો નિભાવ પણ થાય તે પ્રકારની વ્યવસ્થા લોકોના સહકારથી મોરબી નગરપાલિકા દ્વારા ગોઠવવામાં આવશે

મોરબીની અંદર સૌથી મોટો પ્રશ્ન સ્ટ્રીટ લાઇટનો છે જે પ્રશ્નો ઉકેલવા માટે પણ રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઇ મેરજાને સાથે રાખીને જવાબદાર અધિકારી સાથે બેઠક કરીને ચર્ચા કરવામાં આવી છે જેના પરિણામ સ્વરૂપે એક અઠવાડિયાની અંદર મોરબી નગર પાલીકા સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન પણ ઉકેલે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે આમ લોકોની આશા અને અપેક્ષા પૂરી કરવાં માટે મોરબી નગરપાલિકાના વર્તમાન શાસકો દ્વારા કવાયત કરવામાં આવી રહી છે જેથી કરીને આગામી નવા વર્ષના પ્રારંભથી મોરબી શહેરની અંદર સ્ટ્રીટ લાઈટ, રોડ, સફાઈ, પાણીનો પ્રશ્ન ભૂતકાળ બની જાય અને પાલિકા તરફથી લોકોને તમામ સુવિધાઓની દિવાળી ભેટ આપવામાં આવે તો નવાઈ નથી 




Latest News