મોરબીમાં મંજૂરી વગર બની ગયેલા મકાનોમાં વીજ જોડાણ આપવા ઉર્જા મંત્રીને ગ્રાહક સુરક્ષા મંડળની રજૂઆત
SHARE
મોરબીમાં મંજૂરી વગર બની ગયેલા મકાનોમાં વીજ જોડાણ આપવા ઉર્જા મંત્રીને ગ્રાહક સુરક્ષા મંડળની રજૂઆત
મોરબીમાં શ્રમીક અને મધ્યવર્ગના લોકોને બનાવેલ નાના મકાનને લાઇટ અને પાણીની સુવિધા આપવા માટે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇને રજૂઆત કરવામાં આવેલ છે.
મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા અને ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ દ્વારા રાજ્યના ઉર્જા મંત્રીને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, રાજકોટ અગ્નિકાંડ બન્યો પછી સરકારથી કડકાઇ કરે છે. તે જરૂરી છે જો કે, મોરબીમાં છેલ્લા પાંચ વર્ષથી કોઇપણ મકાન નવા બનાવવા માટે પાલીકાએ મંજુરી આપેલ નથી. હવે પરીસ્થીતી એવી છે કે, મોરબી કલેકટરે પરીપત્ર કરીને જી.ઇ.બી.ને બાંધાકમની મંજુરી વગર કનેકશન આપવા નહીં તેવો આદેશ કરેલ છે
જેથી હાલમાં શ્રમીકો અને મધ્યમ વર્ગના લોકોએ સીંગલીયા મકાન લીધા પછી વીજ કનેકશન આપવાની અધિકારી દ્વારા ના પાડવામાં આવે છે. જો છથી સાત માળની બિલ્ડીંગ હોય તો તેમાં ફાયર સેફટી જરૂરી છે. પરંતુ સિંગલિયા મકાનમાં લોકોને હેરાન કરવામાં આવે તે યોગ્ય નથી અને હાલમાં મોરબીમાં ઘણી જગ્યાએ મકાન બની ગયા છે પરંતુ વીજ જોડાણ ન મળવાના લીધે લોકોને ગરમીમાં રહેવું પડે છે. અને મધ્યમ વર્ગના લોકો હેરાન છે. તેમજ હાઇકોર્ટ પણ જણાવે છે કે, કોઇપણ વ્યકિતનું મકાન બને એટલે તેને પાણી, લાઇટની સુવિધા આપવી સરકારની ફરજ છે. જેથી તેનો અમલ મોરબીમાં કરવામાં આવે તે જરૂરી છે.