મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ યોજાયો વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીના પંચાસર ગામે વાડીએ ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

હળવદમાં લાભ કોમ્પલેક્ષની સામે બાવળની જાળીમાં 12 બોટલ દારૂ-77 બીયરના ટીન ઝડપાયા, બુટલેગરની શોધખોળ


SHARE











હળવદમાં લાભ કોમ્પલેક્ષની સામે બાવળની જાળીમાં 12 બોટલ દારૂ-77 બીયરના ટીન ઝડપાયા, બુટલેગરની શોધખોળ

હળવદમાં આવેલ લાભ કોમ્પલેક્ષની સામેના ભાગમાં બાવળની જાળીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી. જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી બિયરના 77 ટીન તથા 12 બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે 11,900 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે, આરોપી હાજર ન હોય તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

 

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદમાં રિલાયન્સના પેટ્રોલ પંપની સામેના ભાગમાં આવેલ લાભ કોમ્પલેક્ષમાં દુકાન નં. 25 સામે બાવળની જાળીમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી. જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરતાં સ્થળ ઉપરથી બિયરના 77 ટીન તથા દારૂની 12 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે કુલ મળીને 11,900 નો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો. અને આ દારૂનો જથ્થો અંકિતભાઈ નરેન્દ્રભાઈ રામાવત જાતે બાવાજી રહે. નાલંદા સ્કૂલ આગળ શિવાલિકા સોસાયટી હળવદ વાળાનો હોવાનું સામે આવ્યું હતું. જેથી કરીને પોલીસે તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ મચ્છુનગર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો અને મારામારીના આ બનાવમાં વિષ્ણુ ભીખુભાઈ સારદિયા (18) અને ભીખાભાઈ ઉકાભાઇ સારદિયા (40) નામના બે વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી, જેથી તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે લીલીયન્ટ સેનેટરી નામના કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો મુકેશ ચંદુભાઈ રાઠવા (32) નામના યુવાનને ત્યાં મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યા સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિજયભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી.






Latest News