મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખના માતૃશ્રીને ગૌમાતાને લાડું જમાડી શ્રધ્ધાંજલિ પાઠવી
માળીયા (મી) તાલુકા પોલીસે 82,03,245 ના દારૂ બીયર ઉપર રોડ રોલર ફેરવી દીધું
SHARE
માળીયા (મી) તાલુકા પોલીસે 82,03,245 ના દારૂ બીયર ઉપર રોડ રોલર ફેરવી દીધું
મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2023-24 માં જુદાજુદા દારૂના ગુનામાં પકડવામાં આવેલ ઇંગ્લીશ દારૂના જથ્થાનો નાશ કરવા માટેની કોર્ટમાંથી મંજૂર મેળવીને અધિકારીઓની હાજરીમાં આજે 82,03,245 ના દારૂ બીયરના જથ્થા ઉપર રોડ રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો.
માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.એમ.ગઢવીએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, માળીયા તાલુકા વિસ્તારમાં દારૂની જુદીજુદી રેડ વર્ષ 2023-24 માં કરવામાં આવી હતી જેમાં નાની-મોટી દારૂની બોટલો તથા બીયર ટીન મળીને કુલ 34549 બોટલો કબજે કરી હતી જેનો નાશ કરવા માટેની કોર્ટમાંથી મંજૂર લેવામાં આવી હતી ત્યાર બાદ આજે ઝખરીયા વાંઢ વિસ્તારમાં 82,03,245 ના દારૂ બીયરના જથ્થા ઉપર રોડ રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. ત્યારે હળવદના પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, ડીવાયએસપી પી.એ.ઝાલા સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.