મોરબીની જે.એ. પટેલ મહિલા કોલેજમાં રંગોળી કોમ્પિટિશન યોજાઈ
SHARE
મોરબીની જે.એ. પટેલ મહિલા કોલેજમાં રંગોળી કોમ્પિટિશન યોજાઈ
મોરબીમાં શનાળા રોડ ઉપર બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં આવેલ જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ દ્વારા સાયન્ટિફિક રંગોળી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીનીઓએ વિજ્ઞાન અને કલાને જોડી રંગોળી બનાવી હતી આ કોમ્પિટિશનમાં ઓડિયા પૂજા, થોરિયા આકૃતિ, દીવાની હિતીક્ષા, વાડુકીયા સ્વીટુ અને પરમાર જિજ્ઞાસા વિજેતા જાહેર થઇ હતી અને આ સ્પર્ધામાં ભાગ લેનાર અને વિજેતાઓને આચાર્ય આરતી રોહનભાઈ રંકજા તથા સંસ્થા અને કોલેજ પરિવાર તરફથી શુભેચ્છાઓ આપવામાં આવી હતી