મોરબી પતિ સહીતનાસાસરીયાના ત્રાસથી તરછોડાયેલ પીડિતાને ૧૮૧ અભયમ ટીમે સધીયારો આપ્યો
SHARE
મોરબી પતિ સહીતનાસાસરીયાના ત્રાસથી તરછોડાયેલ પીડિતાને ૧૮૧ અભયમ ટીમે સધીયારો આપ્યો
રાજય સરકાર દ્રારા ચાલતી ૧૮૧ અભયમ હેલ્પલાઈન મહીલા ઓ માટે ખરા અર્થમાં આશીર્વાદ સમાન સાબિત થઇ રહી છે જેમાં મોરબીમાંથી થર્ડ પાર્ટી દ્વારા ૧૮૧ માં ફાેન કરીને મદદ માગવામાં આવી હતી.જેમા જણાવવામાં આવ્યુ હતુ કે એક બેન છેલ્લા પંદરેક દીવસથી અહીંતહીં આંટી મારી રહ્યા છે અને તેમની સાથે એક નાનુ બાળક પણ છે માટે તેને મદદની જરૂર છે.જેથી તુરંત જ મોરબી ૧૮૧ ટીમના કાઉન્સેલર રસીલાબેન કુંભાણી તેમજ પોલીસ સ્ટાફના જયશ્રીબેન અને પાયલોટ ભરતભાઈએ પીડિતા સાથે વાત કરતા જણાયુ હતુ કે તે બહેન ગુજરાત બહારના છે અને ગુજરાતી સમજતા નથી.
તેથી ૧૮૧ ની ટિમે આસપાસમાં પૂછપરછ શરૂ કરી હતી.દરમ્યાનમાં એક વ્યક્તિ મળી આવી જેમના થકી જાણવા મળ્યું હતુ કે તે બહેન મૂળ બિહારના છે અને તેઓ પરિણીત છે પરંતુ તેના પતિએ બીજા લગ્ન કરી લીધાં છે અને પત્ની તથા બાળકને ઘરમાંથી કાઢી મુક્યા છે..! પિયરમાં પણ માતા-પિતા હયાત ન હોય તેમજ ભાઈ પણ સાથે રાખવા તૈયાર ન હોય પરિણીતા બાળકને લઇને નીકળી ગઇ હતી અને ગુજરાતમાં આવીને મજૂરી કરીને પોતાનું તથા પોતાના બાળકનું ભરણપોષણ કરવાની હતી જોકે કાઉન્સેલીંગ બાદ તેણે વતન પરત જવા ઇચ્છા દર્શાવતા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી