મોરબીમાં નવલખી બંદરેથી ડુપ્લીકેટ લોડિંગ સ્લીપ આધારે કોલસાની ચોરીના કૌભાંડમાં બે આરોપીની ધરપકડ
વાંકાનેરમાં પેડક સોસાયટી ઈંટોના ભઠ્ઠા પાસે જુગાર રમતા પાંચ શખ્સોની 11,800 ની રોકડ સાથે ધરપકડ
SHARE







વાંકાનેરમાં પેડક સોસાયટી ઈંટોના ભઠ્ઠા પાસે જુગાર રમતા પાંચ શખ્સોની 11,800 ની રોકડ સાથે ધરપકડ
વાંકાનેર શહેરમાં પેડક સોસાયટી ઈંટોનો ભઠ્ઠા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી. જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી. ત્યારે પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 11,800 ની રોકડ કબજે કરી હતી. અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટી ઈંટોના ભઠ્ઠા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી. જેથી કરીને પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પંકજભાઈ ચતુરભાઈ વિકાણી (30), મહેશભાઈ ગોવિંદભાઈ વિકાણી (36), મહેશભાઈ ચતુરભાઈ વિકાણી (35), ઉમેશભાઈ મનસુખભાઈ વિકાણી (38) અને મુકેશભાઈ નાજાભાઇ ગોહેલ (35) રહે. બધા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા. જેથી કરીને પોલીસે તેઓની પાસેથી 11,800 ની રોકડ કબજે કરી હતી. અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજા
ગીર સોમનાથ જિલ્લાના તાલાળાના રહેવાસી કેતનભાઇ સોમાભાઈ ગોહિલ (27) નામનો યુવાન ટ્રેનમાં બેસીને વાંકાનેર રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેબે પોતાના પગ ટ્રેનમાં લટકતા રાખ્યા હતા અને ત્યારે પાળી સાથે તેના પગ અથડાતા પગમાં યુવાનને ઈજા થઈ હતી અને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ વાંકાનેર પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવેલ છે

