મોરબીમાં બિલીવ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ-સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો મોરબીના પીપળી-વાંકાનેરના જામસર ગામ વૃક્ષરોપણ કરવામાં આવ્યું પંજાબની કંપની ઓર્ડર મુજબનું બોઈલર ન મોકલાવતા ટંકારાના વ્યક્તિને વ્યાજ-ખર્ચ સહિત રકમ ગ્રાહક કોર્ટેનો ચૂકવવા આદેશ મોરબી જિલ્લા પંચાયત દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો મોરબીમાં યોજાયેલ આયુર્વેદિક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનો 129 લોકોએ લાભ લીધો મોરબીમાં રાષ્ટ્રીય પેપર બેગ દિવસ અનુસંધાને સ્પર્ધા યોજાઇ મોરબીના આલાપ રોડ ઉપર ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવા તંત્રને ૨૪ કલાકનો અલ્ટીમેટમ, પછી પાલિકાના વહીવટદારની ચેમ્બરમાં રામધૂન મોરબી સહિત ગુજરાતની ખાનગી શાળા અને મેડિકલ કોલેજોમાં ફી વધારો પાછો ખેંચવાની માંગ સાથે આપની પદયાત્રા યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરના ગારિડા નજીક ટ્રક ચાલકે બ્રેક કરતાં કાર પાછળ ઘૂસી ગઈ: ચાર ઇજાગ્રસ્તો સારવારમાં


SHARE

વાંકાનેરના ગારિડા નજીક ટ્રક ચાલકે બ્રેક કરતાં કાર પાછળ ઘૂસી ગઈ: ચાર ઇજાગ્રસ્તો સારવારમાં

વાંકાનેર તાલુકાના ગારિડાથી થોડે આગળ વાંકાનેર બાઉન્ડ્રી તરફ યુવાન પોતાની કાર લઈને જઈ રહ્યો હતો. ત્યારે આગળ જતા ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા ધડાકા ભેર કાર ટ્રકની પાછળના ભાગમાં અથડાઈ હતી જેથી કાર ચાલક સહિત કુલ ચાર વ્યક્તિઓને ઇજા થયેલ હતી જેથી તેને સારવારમાં લઈને આવ્યા હતા અને આ બનાવ બાદ ટ્રક ચાલક પોતાના હવાલા વાળો ટ્રક લઈને નાસી ગયેલ છેજેથી ભોગ બનેલા યુવાને અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં રામાપીરના મંદિર પાસે રહેતા દર્શનભાઈ રાજેશકુમાર મેર જાતે કોળી (23)એ હાલમાં અજાણ્યા ટ્રક ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યુ છે કે, તે પોતાની કાર નંબર જીજે 36 એએફ 0443 લઈને ગારિડા ગામથી આગળ વાંકાનેર બાઉન્ડ્રી તરફ તીર્થ હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓની આગળ જઈ રહેલા ટ્રક ચાલકે પોતાના ટ્રકને અચાનક બ્રેક કરી હતી. જેથી કરીને પાછળ આવી રહેલ ફરિયાદીની કાર ધડાકા ભેર ટ્રકમાં પાછળના ભાગે અથડાઈ હતી. જે બનાવમાં ફરિયાદીને માથાના ભાગે મૂઢ ઇજાઓ થઈ હતી અને તેની સાથે કારમાં બેઠેલા સ્વપ્નિલભાઈને ડાબા હાથમાં, હાર્દિકભાઈને ડાબા પગમાં અને અજીમુદ્દીનભાઈને માથાના ભાગે ઇજા થઇ હોવાથી ચારેય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલને લઈ ગયા હતા અને અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક પોતાના હવાલા વાળો ટ્રક લઈને ત્યાંથી નાસી ગયો હતો. જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વૃદ્ધ સારવારમાં

મોરબી તાલુકાના ચકમપર ગામે રહેતા તભાભાઈ ભનાભાઈ કોળી (75) નામના વૃદ્ધ ગામ પાસેથી બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર તે બાઈક ઉપરથી નીચે પટકાતા તેઓને શરીરે ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિજયભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી
Latest News