મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી, વાંકાનેર, માળીયા, ટંકારા, હળવદમાં આજે તાજિયા પડમાં આવશે


SHARE









મોરબી, વાંકાનેર, માળીયા, ટંકારા, હળવદમાં આજે તાજિયા પડમાં આવશે

મોરબી, વાંકાનેર, માળીયા સહિત જીલ્લામાં ઈસ્લામ ધર્મમાં 'ઇદ' એ આનંદ-ઉલ્લાસનો તહેવાર છે. જયારે મોહરમ એ ક્રુરત ઈમામ હુસૈન અને અન્ય કરબલાના શહીદોની યાદમાં મનાવાતો શોકનો તહેવાર છે. દસ દિવસીય આ પર્વ દરમિયાન મુસ્લિમ સમાજ અમુક નિયમોનું ખાસ પાલન કરે છે અને રોજા રાખે છે.

કરબલાની દુઃખદ ઘટના આજથી આશરે ૧૪૦૦ વર્ષ પૂર્વે બની હતી. અને પયગમ્બરે ઈસ્લામ હજરત મોહમ્મદુર્રસૂલ્લાના નવાસા દોહિત્ર હઝરત ઇમામ હુસૈન અલહિસ્સલામે પોતાના બોતેર સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી હતી. આમ શહીદોની યાદમાં મનાવાતા આ પર્વમાં મોરબી, ટંકારા, વાંકાનેર, હળવદ અને માળીયામાં મુસ્લિમ સમાજે પણ બંદગી કરે છે અને પાંચેય તાલુકામાં દર વર્ષે કલાત્મક તાજિયા બનાવવામાં આવે છે જે આજે રાતે પડમાં આવશે અને શહેરનાં મુખ્ય વિસ્તારોમાં તાજિયા ઝુલુસ નીકળશે અને ત્યારે મુસ્લિમ પરિવારો રોજા સહિત અન્ય માનતાઓ ભાવપૂર્ણ પૂરી કરશે અને આવતી કાલે તા 17/7 ના રોજ તાજિયા ઠંડા પડશે. અત્રે ઉલેખનીય છે કે, મોરબી શહેરમાં દર વર્ષ ૧૧ તાજિયા નીકળે છે. જે દર વર્ષે મોરબીના નહેરુ ગેઇટ ચોકમાં આવે છે અને ત્યાં તાજિયા આવ્યા બાદ તમામ તાજિયા ઠંડા પડશે.




Latest News