મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં મેઇન બજારમાં ગેસના બાટલા નહીં વેચે તેવી બાહેંધરી વેપારીઓએ દંડ વસૂલીને સિલ્ક ખોલ્યા


SHARE









મોરબીમાં મેઇન બજારમાં ગેસના બાટલા નહીં વેચે તેવી બાહેંધરી વેપારીઓએ દંડ વસૂલીને સિલ્ક ખોલ્યા

મોરબીમાં પરબજાર વિસ્તારમાં ગેસના બાટલાનું વેચાણ કરતાં ત્રણ વેપારીઓને ત્યાં ચેકિંગ કર્યું હતું ત્યારે ગેસના બાટલાનું છુટક વેચાણ કરતાં વેપારીઓ પાસે મંજૂર હતી તેનાથી વધુ બાટલા રાખીને વેચાણ કરતાં હોવાનું સામે આવ્યું હતું જેથી ત્રણેય વેપારીઓની દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી જે વેપારીઓએ હવે બાટલા નહીં વેંચે તેવી બાહેંધરી આપેલ છે જેથી દંડ વસૂલીને તેના સીલ ખોલી આપેલ છે.

મોરબીના પરાબજાર વિસ્તાર વેપારીઓ દ્વારા દુકાનમાં મંજૂરી કરતાં વધુ ગેસના બાટલા રાખવામા આવતા હતા જેની જાણ પુરવઠા વિભાગને થઈ હતી. જેથી પરા બજારમાં આવેલ રાજ ટ્રેડર્સ, બુરહાની ટ્રેડર્સ અને દેવચંદ વશરામ એન્ડ સન્સ નામની દુકાનમાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે મંજૂરી કરતાં વધુ ગેસના બાટલા મળી આવ્યા હતા જેથી કરીને પુરવઠા વિભાગ દ્વારા ત્રણેય દુકાનને સીલ કરી દેવામાં આવી છે. જોકે, આ વેપારીઓ દ્વારા હવે ગેસના બાટલાનું વેચાણ નહીં કરવામાં આવે તેવું એફિડેવિટ કરી આપીને બાહેંધરી આપેલ છે જેથી કરીને પાલિકાના ફાયર વિભાગ દ્વારા તેઓની પાસેથી પાંચ-પાંચ હજારનો દંડ વસૂલ કરીને દુકાનોના સીલ ખોલી આપવામાં આવેલ છે. તેવુ મોરબી પાલિકાના ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યુ છે. 




Latest News