માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો
Breaking news
Morbi Today

મોરબીમાં શેર બજારના નામે યુવાન સાથે 1.76 કરોડની છેતરપિંડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જેલ હવાલે: એક રિમાન્ડ ઉપર


SHARE







મોરબીમાં શેર બજારના નામે યુવાન સાથે 1.76 કરોડની છેતરપિંડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જેલ હવાલે: એક રિમાન્ડ ઉપર

મોરબી નજીકના નાનીવાવડી ગામે રહેતા યુવાનને શેર બજારમાં ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવી આપવાની લોભવણી લાલચ આપવામાં આવી હતી. અને તેને વિશ્વાસમાં લઈને શેર બજારમાં રોકાણ કરાવવાના બહાને યુવાન સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે અને 1.76 કરોડથી વધુની કિંમતની રકમ જુદા જુદા બેંકના એકાઉન્ટમાં મેળવી લીધા હતી. અને યુવાન સાથે છેતરપિંડી કરવામાં આવી હતી જેથી યુવાને બે વ્હોટ્સએપ નંબર તથા 11 એકાઉન્ટના ધારકોની સામે ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે ત્રણ આરોપીને પકડ્યા છે અને તે પૈકીનાં બે આરોપી જેલ હવાલે કરેલ છે અને એક આરોપી હાલમાં રિમાન્ડ ઉપર છે.

મોરબીના નાનીવાવડી ગામે રહેતા જયદીપભાઇ ગોરધનભાઈ આદ્રોજા (31)એ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા બે વ્હોટ્સએપ નંબરના ધારક તથા 11 જુદા જુદા બેન્ક એકાઉન્ટના ધારકોની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, ગત તા. 3/4/24 થી 22/5/24 દરમિયાન આરોપીઓએ કાવતરું રચીને ફરિયાદીને શેર બજારમાં ઓનલાઈન રોકાણ કરવાની અને સારો નફો કમાવી આપવાની લાલચ આપી હતી. અને ફરિયાદી પાસેથી શેરબજારમાં રોકાણ કરાવવાના બહાને 1,76,42,580 રૂપિયા જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં મેળવી લીધા હતા.

ત્યાર બાદ યુવાનની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હતી જેથી યુવાને બે વ્હોટ્સએપ નંબર તથા 11 એકાઉન્ટના ધારકોની સામે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ હતી જેની તપાસ પીએસઆઇ આર.એસ.પટેલ અને તેની ટિમ કરી રહી છે અને આ ગુનામાં પહેલા પોલીસે આરોપી ચિરાગ શાહ અને પ્રકાશ રાઠોડને પકડાયા હતા જે બંને આરોપી ભાગીદારીમાં ધંધો કરતાં હતા તેના બેંક એકાઉન્ટમાં 7.80 લાખ રૂપિયા આવ્યા હતા જે રકમને પોલીસે રિકવર કરેલ છે અને બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે ત્યાર બાદ આ ગુનામાં આરોપી જયપ્રકાશ દોલતરામ પમનાની (34) રહે. કુબેરનગર અમદાવાદ વાળાની ધરપકડ કરી છે અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે તેના રિમાન્ડ મેળવ્યા છે. વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ આરોપીના એકાઉન્ટમાં 8 લાખ રૂપિયા આવ્યા હતા જેથી તેની ધરપકડ કરેલ છે.

માર માર્યો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતા અંકિતાબેન અક્ષયભાઈ ચાવડા (23) નામની પરણીતાને તેના ઘરે તેના પતિ, સાસુ અને સસરાએ માર માર્યો હતો જેથી ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.આર. સારદિયા દ્વારા કરવામાં આવી હતી






Latest News