મોરબી પોલીસબેડામાંથી નિવૃત થયેલ છ પોલીસ કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો મોરબીના રાજપર ગામ પાસે કામ દરમિયાન બેલ્ટ માથામાં લાગતા રાજકોટ ખસેડાયેલ યુવાનનું મોત મોરબી જીલ્લામાં મીઠા ઉદ્યોગ-નવલખી બંદર માટે મરીન સોલ્ટ મેન્યુ. એસો. દ્વારા રાજ્યસભાના સાંસદને કરાઇ રજૂઆત મોરબીમાં રેલ્વેને લગતા પ્રશ્નોની રાજ્યસભાના સાંસદને કરવામાં આવી રજૂઆત મોરબી જીલ્લાની સરકારી શાળાઓમાં તાયફા બંધ કરીને સુવિધા વધારવા કોંગ્રેસની માંગ મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર પ્લાન્ટને તાત્કાલીક રીપેર કરીને લોકોને પીવાનું શુદ્ધ પાણી આપવા જીલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ માટીની આડમાં દારૂની હેરાફેરી: મોરબી નજીકથી 48 બોટલ દારૂ-144 બિયરના ટીન ભરેલ ટ્રેલર સાથે એક પકડાયો, 11.24 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરમાંથી 10 કિલો ગાંજા સાથે ઝડપાયેલ આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર
Breaking news
Morbi Today

મોરબી શહેરના પ્રશ્નો-સમસ્યા ઉકેલવા હવે કલેક્ટર, ધારાસભ્ય, વહીવટદાર અને ચીફ ઓફિસર પાલિકામાં હાજર રહેશે


SHARE















મોરબી શહેરના પ્રશ્નો-સમસ્યા ઉકેલવા હવે કલેક્ટર, ધારાસભ્ય, વહીવટદાર અને ચીફ ઓફિસર પાલિકામાં હાજર રહેશે

મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાંથી લગભગ દરરોજની એક ફરિયાદ સાથે લોકોના ટોળાં પાલિકામાં આવે છે ત્યારે લોકોના પ્રશ્નો તાત્કાલિક ઉકેલાય તેના માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી પાલિકાને લગતી ફરિયાદો અને પ્રશ્નો સાંભળવા માટે અને પ્રશ્નોના નિકાલ કરવા કલેક્ટર, ધારાસભ્ય, વહીવટદાર અને ચીફ ઓફિસર કયારે હાજર હશે તેની માહિતી પાલિકા દ્વારા જાહેર કરવામાં આવી છે.

મોરબી પાલિકાને સુપરસીડ કરવામાં આવી તેને લગભગ ૧૫ મહિનાથી પણ વધુ સમય થૈ ગયેલ છે અને હાલમાં વહીવટદાર અને ચીફ ઓફિસર થકી પાલિકાના રૂટિન કામનું ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે ત્યારે રોજે કોઈને કોઈ વિસ્તારમાંથી ફરિયાદ આવે છે જેથી કરીને લોકોના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે તેના માટે પાલિકામાં કયા અધિકારી અને પદાધિકારીએ કયારે હાજર રહેશે તેનું સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે.

હવેથી દર મંગળવારે સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ ચીફ ઓફિસર તથા મોરબી જિલ્લાના કલેકટર મોરબી પાલિકા કચેરી ખાતે હાજર રહેશે. દર બુધવારે સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ વહીવટદાર પાલિકા કચેરીમાં હાજર રહેશે. દર શુક્રવારે બપોરે ૪:૦૦ થી ૬:૦૦ ચીફ ઓફિસર તથા મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહેશે. અને દર મહિનાના પ્રથમ તથા ત્રીજા શનિવારે બપોરે ૪:૦૦ થી ૬:૦૦ ચીફ ઓફિસર હાજર રહેશે. જો કે, અધિકારી અને પદાધિકારી હાજર રહ્યા પછી લોકોના વર્ષો જૂના પ્રશ્નો ઉકેલાશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે.




Latest News