હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમ સહિત ત્રણ મંદિરમાં ચોરી કરનાર ચાર શખ્સોની 2.91 લાખના મુદામાલ સાથે ધરપકડ મોરબી જીલ્લામાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના-મુખ્યમંત્રી અલ્પાહાર યોજનાના કર્મચારીઓએ આવેદનપત્ર પાઠવ્યું મોરબી જિલ્લા આહીર સેના હીરાભાઈ જોટવાના સમર્થનમાં આપશે આવેદનપત્ર મોરબીમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે આરોપીને એલસીબીની ટીમે દબોચ્યો મોરબી : દાતાશ્રી દ્વારા વવાણીયા કન્યા શાળા તથા તાલુકા શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરાઇ મોરબી જિલ્લામાં આર્મી-એરફોર્સ સહિત ફોર્સમાં જોડાવવા ઇચ્છુક યુવાનો માટે ૩૦ દિવસની નિવાસી તાલીમનું આયોજન મોરબી મનપાની ટિમ દ્વારા નંદકુંવરબા આશ્રયગૃહ માટે નાઈટ ડ્રાઈવ યોજાઇ મોરબીમાં આગામી ૪ જુલાઈના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યાજાશે
Breaking news
Morbi Today

ભારે કરી: મોરબીમાં ભાગીને લગ્ન કરવાની જીદે ચડેલ સગીરાનું અભયમ ટીમે કાઉન્સિલિંગ કર્યું


SHARE















ભારે કરી: મોરબીમાં ભાગીને લગ્ન કરવાની જીદે ચડેલ સગીરાનું અભયમ ટીમે કાઉન્સિલિંગ કર્યું

મોરબીમાં નાની વયે ભાગીને લગ્ન કરવાની એક સગીરાએ ઝીદ કરી હતી. જેથી કરીને સગીરાના ભાઈએ અભયમની ટીમને જાણ કરી હતી અને અભયમ ટીમે ત્યાં આવીને આ સગીરાનું કાઉન્સિલિંગ કર્યું હતું.

મોરબી 181 પર કોલ મળતા જ અભયમ ટીમ તેમની મદદ માટે રવાના થયેલ હતી. અમે સ્થળ ઉપર જઈને સગીરાના ભાઈ પાસેથી સગીરા વિષેની માહિતી મેળવી હતી ત્યારબાદ સગીરાનુ કાઉન્સિલિંગ કરેલ હતું. ત્યારે સગીરા પહેલા કશું જ બોલતી ન હતી ત્યાર બાદ તેને વિશ્વાસ અપાવીને કાઉન્સેલિંગ કર્યું હતું અને તેની સમસ્યા જાણી હતી અને સગીરાની ઉંમર 16 જ વર્ષ હતી અને તે એક વર્ષથી એક યુવકને પ્રેમ કરે છે અને તે વ્યક્તિની ઉંમર 23 વર્ષ છે. અને તે યુવક મૂળ ઓડિશા રાજ્યમાથી મોરબી આવેલ છે. અને બંનેને એક બીજા સાથે પ્રેમ છે.

જો કે, ઘરના સદસ્યોને આ પ્રેમ પ્રકરણની પહેલા જાણ ન હતી અને સગીરાને તેની માતાએ કહ્યું હતું કે., તેને જોવા માટે છોકરો આવશે અને જો એક બીજાને પસંદ આવે તો સગપણ નક્કી કરશું ત્યારબાદ 18 વર્ષ પછી લગ્ન કરાવશે. ત્યારે સગીરાએ જણાવ્યુ હતું કે, હું જે યુવકને પ્રેમ કરું છું તેની સાથે ભાગી જઈશ. જેથી મારા ઘરના સદસ્યોને મારા પ્રેમ પ્રકરણની જાણ થયેલ હતી અને સગીરાના ભાઈએ સગીરાને સમજાવવા માટે 181 મા કોલ કર્યો હતો. જેથી સગીરાને સમજાવીને કારકિર્દી બનાવવા માટે કહ્યું હતું. જેથી હાલમાં સગીરાએ ભાગીને લગ્ન કરવાની જીદ છોડી દીધેલ છે જેથી ઘરના સદસ્યોએ 181 ની ટીમનો આભાર વ્યક્ત કરેલ હતો.




Latest News