માળિયા (મી) તાલુકામાં સ્પર્ધાત્મક પરિક્ષા અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો
વાંકાનેરમાં જીનપરા સહિતના વિસ્તારમાં પડેલા ખાડા નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબીત થાય તે પહેલ બુરો
SHARE









વાંકાનેરમાં જીનપરા સહિતના વિસ્તારમાં પડેલા ખાડા નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબીત થાય તે પહેલ બુરો
મોરબી જિલ્લામાં આવતી વાંકાનેર નગરપાલિકાના વિસ્તારમાં જીનપરા રોડ ઉપર અનેક જગ્યાએ મસમોટા ખાડા પડેલા છે અને વરસાદના ચાર છાંટા પડતાની સાથે ખાડામાં પાણીમાં ભરાઇ જવાના લીધે લોકોને રસ્તાના ખાડા દેખાતા ન હોવાથી અવારનવાર નાના-મોટા અકસ્માતો થતા હોય છે. અને આ ખાડા કોઈ નિર્દોષ વ્યક્તિ માટે વાંકાનેરમાં જીવલેણ સાબીત થાય ત્યારે પહેલા નગરપાલિકા દ્વારા રસ્તા ઉપર પડેલા ખાડા બુરવામાં આવે તેવી લાગણી શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં તેમજ નેશનલ હાઇવે રોડ ઉપર વરસાદી પાણી ખાડામાં ભરાઈ જાય છે અને ખાડામાં વરસાદી પાણી હોવાના કારણે રસ્તામાં પડેલા ખાડા ન દેખાવાના લીધે શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓને લેવા અને મુકવા જાતી મહિલાઓ સહિતનાઓ અકસ્માતનો ભોગ બને છે. અને તેઓને ઈજા થતી હોય છે. ત્યારે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ આ ખાડાના લીધે લેવાય ત્યાં પહેલા વાંકાનેરના જીનપરા રોડ સહિતના વિસ્તારમાં પડેલા ખાડા બુરવામાં આવે તે અનિવાર્ય છે
