મોરબીમાં શ્રમિકો-ભાડુઆતોની માહિતી પોલીસને ન આપતા ત્રણ સ્પા-આઠ હોટલ સહિત 18  સામે ગુના નોંધાયા વાંકાનેરમાં ચેક રિટર્નના કેસમાં કોર્ટમાં હાજર ન રહેતા આરોપી સામે ગુનો નોંધાયો મોરબીના ગોર ખીજડીયા પાસે કારખાનામાંથી 100 કિલો કોપર વાયરની ચોરી: પાંચની ધરપકડ હળવદના કોયબા ગામે તળાવમાં ડૂબી જવાથી આધેડનું મોત મોરબી ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબીના નવયુગ સંકુલ ખાતે સિલ્વર જ્યુબીલીની શાનદાર ઉજવણી કરાશે મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે ઝાલા પરિવાર દ્વારા હવન યોજાયો: દાતાઓનુ કરાયું સન્માન મોરબી ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખે કેન્દ્રના બજેટને નિરાશાજનક ગણાવ્યું: જિલ્લાને અન્યાય 


SHARE













મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખે કેન્દ્રના બજેટને નિરાશાજનક ગણાવ્યું: જિલ્લાને અન્યાય 

કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય વર્ષનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જિલ્લાને કોઈ ફાયદો નથી જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કેન્દ્ર સરકારના બજેટને નિરાશ જનક ગણાવ્યું છે અને મોરબી જિલ્લાને અન્યાય થયો છે તેવી લાગણી વ્યક્ત કરેલ છે.

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાએ માહિતી આપતા જણાવ્યુ છે કે, મોરબીમાં સીરામીક, ઘડિયાળ સહિત અનેક નાના મોટા ઉધ્યોગ આવેલ છે અને સરકારને વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ આપવામાં આવે છે ત્યારે આ બજેટમાં મોરબીના ઉદ્યોગોને કોઈ રાહત આપવામાં આવેલ નથી અને કોઈ ફાયદો પણ કરવામાં આવેલ નથી અને સરકારે મોરબીના ઉદ્યોગપતિઓને અન્યાય કરેલ છે અને કેન્દ્ર સરકાર પાસે ગુજરાત રાજ્યના વિકાસ માટે કોઈ નક્કર આયોજન કે ટેક્સ માફી સહિતની રાહત નથી. આ બજેટ માત્ર ગઠબંધનની સરકારને ટકાવી રાખવા માટે છે. આ બજેટમાં કોંગ્રેસ લોકસભાના ચૂંટણી ઢંઢેરાની કોપી કરવાનો નિષ્ફળ પ્રયાસ છે. ગરીબ, મધ્યમ તથા સામાન્ય પ્રજાને કોઈ લાભ આપ્યો નથી. ખેડૂતો, મહિલાઓ અને પ્રજાના વિકાસને અવરોધક નીવડે તેવું બજેટ છે




Latest News