મોરબી ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબીના નવયુગ સંકુલ ખાતે સિલ્વર જ્યુબીલીની શાનદાર ઉજવણી કરાશે મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે ઝાલા પરિવાર દ્વારા હવન યોજાયો: દાતાઓનુ કરાયું સન્માન મોરબી ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાશે મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમમાં શરદપૂર્ણિમા મહોત્સવ યોજાયો મોરબી પાલિકામાં 45 (ડી) હેઠળ કરેલ કામગિરિની માહિતી પાલિકા ન આપે તો કોંગ્રેસના ધરણા મોરબી ડીડીઓના અધ્યક્ષસ્થાને જિલ્લા રોગચાળા અટકાયતી-મેલેરિયા સંકલન સમિતિની બેઠક યોજાઈ સ્વચ્છતા પ્રણાલીને પ્રોત્સાહિત કરવા મોરબી તાલુકાના સરપંચ-તલાટી મંત્રીઓને તાલીમ અપાઈ
Breaking news
Morbi Today

હરિયાણામાં આવેલ રાજ્યપાલફાર્મની મુલાકાત બાદ વાંકાનેરના તીથવા ગામના ખેડૂત પ્રાકૃતિક કૃષિનો કર્યો સંકલ્પ


SHARE













હરિયાણામાં આવેલ રાજ્યપાલફાર્મની મુલાકાત બાદ વાંકાનેરના તીથવા ગામના ખેડૂત પ્રાકૃતિક કૃષિનો કર્યો સંકલ્પ

રાજ્યમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે દિશામાં ગુજરાત સરકાર દ્વારા તાલીમ અને શિબિરોનું તમામ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવે છે. તેમજ અનેક યોજનાઓ પણ અમલી બનાવી  છે. મોરબી જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ત્યારે વાંકાનેર તાલુકાના તીથવા ગામના ખેડૂત નુરમામદભાઈ પટેલ આત્મા પ્રોજેકટ અંતર્ગત આયોજિત તાલીમો અને શિબિરોમાં ભાગ લઈ તેમાંથી માર્ગદર્શન મેળવી ૫ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.

૧૦ ધોરણ સુધી અભ્યાસ કરેલા  ૫૩ વર્ષીય નુરમામદભાઈ જણાવે છે કે, અમારી જમીન એકદમ બિન ઉપજાવ બની ગયેલ હતી, જેના લીધે પાક ઉત્પાદન ઘટવા લાગ્યું અને ખર્ચ વધવા લાગ્યો પરિણામે નફાનો ગાળો ઓછો રહેવા લાગ્યો ત્યારે પ્રાકૃતિક ખેતી કરવાનો વિચાર આવ્યો હતો. હાલ હું ૧ એકરમાં પ્રાકૃતિક કૃષિ અંતર્ગત કપાસ, ઘઉં અને જુવારની ખેતી કરી રહ્યો છું. ગયા વર્ષે મને ૧ લાખ રૂપિયા જેટલી આવક મળી હતી. હરિયાણાના કુરુક્ષેત્રમાં પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજવામાં આવી હતી  ત્યાં મોરબી જિલ્લાના આત્મા સ્ટાફ દ્વારા અમોને લઈ જવામાં આવ્યા હતા. અમે વાંકાનેર તાલુકાના ૫ ખેડૂતો પ્રાકૃતિક કૃષિની તાલીમમાં જોડાયા હતા ત્યાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમને તાલીમ આપી હતી. ત્યાં અમે આચાર્ય દેવવ્રતજીના ફાર્મની અને ગૌશાળાની મુલાકાત લીધી હતી. આ  મુલાકાત બાદ પ્રાકૃતિક કૃષિ કરવામાં અંગે  મારો આત્મ વિશ્વાસ વધ્યો હતો.

અમે આગામી સીઝન દરમિયાન પોષ્ટિક તત્વોથી ભરપૂર એવા અંજીરની ખેતી કરવાનું આયોજન કરીએ છીએ. આ માટે અમે અમરેલી અને સુરેન્દ્રનગરમાં પ્રાકૃતિક કૃષિ હેઠળ તૈયાર થયેલા અંજીરના ફાર્મની મુલાકાત લેવા જવાના છીએ. અંજીરની ખેતીમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ, યુરિયા, ડીએપી કે ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરવાના નથી. પ્રાકૃતિક ખેતીના નિયમ પ્રમાણે જમીનમાં ભેજ જળવાઈ રહે તેનું ધ્યાન રાખીશું. અંજીરની ખેતીમાં સંપૂર્ણપણે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો ઉપયોગ કરી સારામાં સારી ગુણવત્તા વાળા અંજીરનું ઉત્પાદન કરીશું.




Latest News