મોરબીમાં શ્રમિકો-ભાડુઆતોની માહિતી પોલીસને ન આપતા ત્રણ સ્પા-આઠ હોટલ સહિત 18  સામે ગુના નોંધાયા વાંકાનેરમાં ચેક રિટર્નના કેસમાં કોર્ટમાં હાજર ન રહેતા આરોપી સામે ગુનો નોંધાયો મોરબીના ગોર ખીજડીયા પાસે કારખાનામાંથી 100 કિલો કોપર વાયરની ચોરી: પાંચની ધરપકડ હળવદના કોયબા ગામે તળાવમાં ડૂબી જવાથી આધેડનું મોત મોરબી ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબીના નવયુગ સંકુલ ખાતે સિલ્વર જ્યુબીલીની શાનદાર ઉજવણી કરાશે મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે ઝાલા પરિવાર દ્વારા હવન યોજાયો: દાતાઓનુ કરાયું સન્માન મોરબી ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના પીપળીયારાજ પીએસસીના જુદાજુદા ગામમાં સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં


SHARE













વાંકાનેરના પીપળીયારાજ પીએસસીના જુદાજુદા ગામમાં સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં

વાંકાનેર તાલુકા હેલ્થ ઓફિસર ડો. આરીફ શેરસિયા તથા તાલુકા હેલ્થ સુપરવાઈઝર વલીભાઈ માથકીયાની સૂચના અનવયે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજના જુદાજુદા ગામ જેમાં પીપળીયારાજ, વાલાસણ, અરણીટીમ્બા, પાંચદ્વારક, અમરસર, કોટડાનાયાણી, કોઠારીયા, પ્રતાપગઢ, જૂની અને નવીકલાવડી ખાતે ચોમાસાઋતુ દરમિયાન પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો  અટકાયતી પગલાના ભાગરૂપે સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવેલ છે. ત્યારે સુપરવાઇઝર સલીમભાઈ પીપરવાડીયાના માર્ગદર્શન હેઠળ હેલ્થ વર્કર આરીફ કડીવાર, ઉર્વેસ બાદી, તાહિર શેરસિયા, તોફિક ગઢવારા, સીરાજ ખોરાજીયા અને સોયબ ચૌધરીએ સાથે મળીને પાણીના ખાડા ખાબોચિયામાં બળેલું ઓઇલ અને BTI દવાઓનો છટકાવ કરેલ છે તેમજ ઘરે ઘરે પોરા નાશક અને ફોકલ સ્પ્રેની કામગીરી કરેલ છે આ સાથે પાણીજન્ય રોગચાળો ન ફેલાય તેના માટે ક્લોરિનેશનની કામગીરી પણ કરેલ છે.




Latest News