વાંકાનેરના પીપળીયારાજ પીએસસીના જુદાજુદા ગામમાં સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં
મોરબીના લોકોને સારી પ્રાથમિક સુવિધા મળતી ન હોવાથી લોકોને વેરો માફ કરવાની કલેક્ટરને રજૂઆત
SHARE









મોરબીના લોકોને સારી પ્રાથમિક સુવિધા મળતી ન હોવાથી લોકોને વેરો માફ કરવાની કલેક્ટરને રજૂઆત
મોરબી નગર પાલિકા સફાઈ અને પાણી બાબતે લોકોને સારી સુવિધા આપવામાં આ વર્ષે નિષ્ફળ નીવડી છે જેથી કરીને નગર પાલિકાએ સફાઈ અને પાણી વેરો માફ કરવો જોઈએ તેવી જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.
મોરબીની ચિચાં કંદોઈ સેરીમાં રહેતા અને મોબાઈલ રીપેરીંગનો ધંધો કરતાં વિશાલ પ્રદીપભાઈ સેજપાલએ હાલમાં મોરબી જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જાહેર જનતાના સામાન્ય પ્રશ્નો પણ નગર પાલિકાના જવાબદાર અધિકારીઓ ઉકેલી શકતા નથી જેમ કે, ગટર ઉભરાવી, કચરાના ઢગલા, પાણી ન આવવું, ચોમાસામાં ગટરના પાણી દુકાન અને મકાનની અંદર ઘૂસી જવા, સહિતના પ્રશ્નોનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી અને આ બાબતે કલેકટર, ચીફ ઓફિસર અને મોરબીના ધારાસભ્યને ઘણી રજૂઆતો કરી છે તો પણ કોઈ પરિણામ મળેલ નથી. જેથી નગરપાલિકા પોતાની જવાબદારીમાં નિષ્ફળ નીવડી છે તો પણ પાલિકાના તમામ અધિકારી અને કર્મચારીના પગાર સમય સર મળી જાય છે જેથી કરીને મોરબી પાલિકામાં કાયમી ચીફ ઓફિસર મૂકવામાં આવે અને સફાઈ તેમજ પાણીના નામે જે વેરો લેવામાં આવે છે તેની સામે લોકોને સુવિધા મળી રહી નથી જેથી કરીને મોરબીવાસીઓનો તમામ વેરો પાલિકાની ધોર બેદરકારી ન હિસાબે માફ કરવો જોઈએ તેવી માંગ કરી છે.
