મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025 ઉજવાયો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન વાંકાનેર તાલુકામાં કારખાનાના ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે એક આરોપી પકડાયો મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ મોરબીના જુના ઘુંટુ રોડે સેન્ટ્રો ગાડી ઉપર માલ ભરેલું કન્ટેનર ટ્રકમાંથી પલટી મારી જતા દંપતીનું મોત, બે વ્યક્તિને ઈજા
Breaking news
Morbi Today

મોરબીના એસપી રોડે બહુમાળીમાં ઘરના સભ્યોને જમવાનું આપવા ગયેલ બાળક પાંચમા માળેથી નીચે પડતાં મોત


SHARE











મોરબીના એસપી રોડે બહુમાળીમાં ઘરના સભ્યોને જમવાનું આપવા ગયેલ બાળક પાંચમા માળેથી નીચે પડતાં મોત

મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ ઉપર નવા બની રહેલા બહુમાળી બાંધકામમાં ઘરના સભ્યોને જમવાનું આપવા માટે બાળક ગયો હતો. ત્યારે લિફ્ટના ગાળામાં અકસ્માતે તેનો પગ લપસતા તે પાંચમા માળેથી નીચે પટકાતા બાળકને કાન, કાનની પાછળ તથા શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેને તાત્કાલિક હોસ્પિટલને લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલે તે બાળકને ડોક્ટરે જોઈતો તપાસીને મૃત જાહેર કર્યો હતો અને બાદમાં આ  બનાવની મૃતક બાળકના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર ઉનાળા રોડ ઉપર પલ એવન્યુ એપાર્ટમેન્ટ પાસે ઝૂંપડામાં રહેતા અને મજૂરી કામ કરતા નવલસિંહ જ્ઞાનસિંહ બામણીયા જાતે આદિવાસી (40)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેનો 16 વર્ષનો દીકરો કરમસિંહ નવલસિંહ બામણીયા જાતે આદિવાસી ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા શરીરરે ઇજાઓ થઈ હોવાથી મોત નીપજ્યું હોવાની જાણ કરી હતી. જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના રવાપર ગામ પાસે એસપી રોડ ઉપર સિલ્વર હાઇટની બાજુમાં ગોલ્ડન હાઈટસએના પાંચમા માળે ઘરના સભ્યો કામ કરતા હતા જેથી તેને જમવાનું આપવા માટે કરમસિંહ ત્યાં આવ્યો હતો. દરમિયાન પાંચમા માળે લિફ્ટના ગાળામાંથી અકસ્માતે પગ લપસતી જતા તે ઉપરથી નીચે પટકાયો હતો જેથી તેને ડાબા કાન, કાનની પાછળના ભાગમાં તથા શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. અને પછડાટ લાગવાથી તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ અંગેની એ ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની વધુ તપાસ વી.કે. પટેલ ચલાવી રહ્યા છે






Latest News